જળ સંકટ/ ગુજરાતમાં ચોમાસુ સારૂં છતાં પાણીની વિકટ સમસ્યા

ગુજરાતમાં ઉનાળાનો પ્રારંભ થઇ ગયો છે. ચોમાસુ સારૂં છતાં ઉનાળાના પ્રારંભ થી પાણીની વિકટ સમસ્યા સર્જાઇ છે.

Gujarat Others
bumrah sanjana 1615012223 9 ગુજરાતમાં ચોમાસુ સારૂં છતાં પાણીની વિકટ સમસ્યા

ગુજરાતમાં ઉનાળાનો પ્રારંભ થઇ ગયો છે. ચોમાસુ સારૂં છતાં ઉનાળાના પ્રારંભ થી પાણીની વિકટ સમસ્યા સર્જાઇ છે. રાજ્યના મહદઅંશે સૌરાષ્ટ્ર સહિતના જળાશયોમાં જળસ્ત્રોત નીચા ઉતરી જતાં આગામી સમયમાં પણ પાણીની વિકટ સમસ્યા સર્જાઇ શકે છે.

Ahmedabad: JEE મેઇનમાં ગુજરાતનો વિદ્યાર્થી દેશમાં ટોપર, જાણો કેટલા પર્સેન્ટાઇલ આવ્યા?

ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ સારૂં રહ્યું છે. ચોમાસા સમયે રાજ્યના 203 જળાશયો પૈકી સૌરાષ્ટ્ર સહિતના અનેક જળાશયો છલકાયાં હતા. પરંતુ હાલ ઉનાળાના પ્રારંભથી જ જળાશયોમાં જળસ્ર્રોત નીચા જતાં મધ્યહાન ઉનાળા સમયે રાજ્યના અનેક વિસ્તારોમાં વિકટ જળસમસ્યા સર્જાવાની દહેશત વર્તાઇ રહી છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ રાજ્યના 140 જળાશયોમાં માત્ર 45 થી 50 ટકા જ જળસંગ્રહ રહ્યો છે. રાજ્યના ચાર જિલ્લા સુરેન્દ્રનગર – દેવભૂમિદ્વારકા – મોરી અને પોરબંદરમાં આગામી સમયમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઇ શકે છે. આજે આ જિલ્લાના જળાશયોમાં 50 ટકા કરતાં પણ ઓછો જળસંગ્રહ રહ્યો છે.

     જિલ્લો                –             જળસંગ્રહ ( ટકા)

દેવભૂમિદ્વારકા          –                  29

પોરબંદર                  –                   35

સુરેન્દ્રનગર                –                  41.88

જામનગર                  –                  45

રાજકોટ                    –                  52.17

મોરબી                      –                 54.43

જૂનાગઢ                    –                45.93

ગીર-સોમનાથ           –                80.33

અમરેલી                     –                70.57

બોટાદ                       –                62.88

ભાવનગર                   –                64.65

Accident: પત્નિએ દહેજને લઇને કર્યો કેસ, કોર્ટમાં તારીખ ભરવા આવતા પિતાનું અકસ્માતમાં થયુ મોત અને પછી…

 ચોમાસુ સારૂં રહેતાં ખેતીના પાક અને વાવેતરની દ્રષ્ટિએ ખેડૂતોને ફાયદો થશે ,એવી આશા બંધાઇ હતી. પરંતુ ચોમાસા બાદ હાલના સંજોગોમાં જળસ્ત્રોત નીચા ઉતરતાં હવે આગામી સમયમાં જળસમસ્યા વિકટ બને અને પીવાના પાણીની સમસ્યા વિકટ બની શકે છે. જો કે ગુજરાત સરકાર દ્વારા પાણીની સમસ્યા નિવારવા સૌ-ની યોજનાનો લાભ પ્રજાને આપવા સરકાર કટિબદ્ધ છે,પરંતુ જળાશયોના નીચાસ્ર્ત્રોતના કારણે જળસમસ્યા વિકટ બનવાની સંભાવના નકારી શકાય એમ નથી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ