Accident/ ગોજારો અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકો કમકમાટી ભર્યા મોત, બે ઇજાગ્રસ્ત

ગુજરાતમાં એક તરફ કોરોનાએ તેને કાળો કહેર વરસાવી રહ્યો છે. તો બીજી બાજુ અકસ્માત સતત વધી રહ્યા છે. લોકોના જ્યાં કોરોનાથી જીવ ગુમાવી રહ્યા, તો ત્યાં જ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.

Top Stories Ahmedabad Gujarat

@બળદેવ ભરવાડ, મંતવ્ય ન્યૂઝ – મોરબી 

ગુજરાતમાં એક તરફ કોરોનાએ તેને કાળો કહેર વરસાવી રહ્યો છે. તો બીજી બાજુ અકસ્માત સતત વધી રહ્યા છે. લોકોના જ્યાં કોરોનાથી જીવ ગુમાવી રહ્યા, તો ત્યાં જ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.  ત્યારે આવામાં અમદાવાદથી કચ્છ જઈ રહેલી એમ્બ્યુલન્સને અકસ્માત નડતા એક જ પરિવારના 3 સભ્યોના મોત થયું હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં અન્ય બે લોકોને ઈજાએ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો : અમરેલી, સુરત અને બોટાદમાં અકસ્માત, 3 લોકોએ ગુમાવ્યો જીવ

મળતી માહિતી અનુસાર હળવદના ધનાળા ગામના પાટિયા પાસે રાત્રે 12.30 વાગ્યાની આસપાસ કચ્છ જતા એક પરિવારને આ ગોઝારો અકસ્માત નડ્યો હતો. માંડવીના લયજા ગામના ગઢવી પરીવારનો સભ્યો દાજ્યો હતો જે અમદાવાદ હોસ્પિટલે સારવારમાં હતો દર્દીની તબીયત સુધરતા અમદાવાદ હોસ્પિટલેથી રજા લઇને પ્રાઇવેટ એમબ્યલંસમા પોતાના ધરે જઇ રહ્યા હતા.

આ પણ વાંચો : વડોદરાના દેણા ગામ પાસેથી ધો. 10ના વિદ્યાર્થીનો મૃતદેહ મળતા મચ્યો ચકચાર

ત્યારે હળવદના ધનાળા ગામના પાટીયા પાસે પહોચતા ડ્રાઇવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ગાડી પલ્ટી ખાઇ જતા  આ ગોજારા અકસ્માતમા ગઢવી પરીવારના એક જ ઘરના ત્રણ સભ્યોના મોત નીપજ્ય છે. અને રામભાઇ નારાયણભાઇ ઉ 35 .ડ્રાઇવર પિન્ટુભાઇ કાનજીભાઇ ઉ 27 ઇજાગ્રસ્ત થતા વધુ સારવાર માટે મોરબી ખસેડાયાસે. આ બનાવની વધુ તપાસ હળવદ પોલીસે શરુ કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…