Not Set/ AMCએ શહેરના માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની નવી યાદીજાહેર કરી છે, જાણો કયા વિસ્તારોનો સમાવેશ કરાયો….

કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ અનુસાર આવતી અનલોક-1 નું પાલન થઇ રહ્યું છે. સરકારે તમામ દુકાનો સોમવારથી ખોલવાની મંજૂરી આપી છે. જો કે સરકારે કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયનું જ ગુજરાત ખુલશે તેવી સ્પષ્ટતા કરી હતી અને નવા કન્ટેઈનમેન્ટ ઝોનની યાદી જાહેર કરી છે. AMC રવિવારે સાંજે શહેરના કન્ટેઇનમેન્ટ ઝોનની નવી યાદી જાહેર કરી છે. AMCએ 10 કન્ટેઇનમેન્ટ ઝોન […]

Ahmedabad Gujarat
a993d4ec91822a819c063265ff1c4ef9 AMCએ શહેરના માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની નવી યાદીજાહેર કરી છે, જાણો કયા વિસ્તારોનો સમાવેશ કરાયો....
a993d4ec91822a819c063265ff1c4ef9 AMCએ શહેરના માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની નવી યાદીજાહેર કરી છે, જાણો કયા વિસ્તારોનો સમાવેશ કરાયો....

કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ અનુસાર આવતી અનલોક-1 નું પાલન થઇ રહ્યું છે. સરકારે તમામ દુકાનો સોમવારથી ખોલવાની મંજૂરી આપી છે. જો કે સરકારે કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયનું જ ગુજરાત ખુલશે તેવી સ્પષ્ટતા કરી હતી અને નવા કન્ટેઈનમેન્ટ ઝોનની યાદી જાહેર કરી છે.

AMC રવિવારે સાંજે શહેરના કન્ટેઇનમેન્ટ ઝોનની નવી યાદી જાહેર કરી છે. AMC10 કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તાર પૂર્વ વિસ્તારમા દુકાનો ખોલવાની મંજૂરી આપી છે.

10 વોર્ડ કન્ટેઇનમેન્ટ વિસ્તાર : AMCએ કોરોના સંક્રમણનો સૌથી વધુ ખતરો ધરાવતા વિસ્તારોમાં ખડીયા, જમાલપુર, શાહપુર , દાણીલીમડા, કાલુપુર, સરસપુર, મણિનગર, બહેરામપુરા, અસારવા, આસ્ટોડિયાનો સમાવેશ કર્યો છે એટલેકે આ કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં દુકાનો નહિ ખુલે.

નોન કન્ટેઈનમેન્ટ ઝોન : શાહીબાગ, કુબેરનગર, બાપુનગર, ઠક્કરબાપાનગર, શૈજપુર બોઘા,ઇન્ડિયા કોલોની, સરદાર નગર, નરોડા, ભાઈપુર હાટકેશ્વર, અમરાઈવાડી, વિરાટનગર, ઓઢવ, નિકોલ, વસ્ત્રાલ, રામોલ હથીજન, ઇન્દ્રપુરી, ખોખરા, ઇસનપુર, વટવા, લાંભામાં ઉત્પાદનોને મંજૂરી મળી છે.

34c1bb8829416ef1593b12e4dc9bc9df AMCએ શહેરના માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની નવી યાદીજાહેર કરી છે, જાણો કયા વિસ્તારોનો સમાવેશ કરાયો....

રાજીવ ગુપ્તાની જાહેરાત : અમદાવાદના કોવિડ ઈન્ચાર્જ ડો.રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં આજે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કન્ટેઈન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં દુકાનો અને ઉદ્યોગોને શરૂ કરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. 11 કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તાર પૂર્વ વિસ્તારમાં દુકાનો ખોલી શકાશે. ઇલેક્ટ્રિક, ગેરેજ, ચશ્માં સહિતનાં ઉદ્યોગ ફરી ધમધમતા થશે અમદાવાદના 11 કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર આવતાં વિસ્તારો જેવાં કે, કુબેરનગર, બાપુનગર, ઠક્કરબાપાનગર, ઈન્ડિયા કોલોની, સરદારનગર, નરોડા, અમરાઈવાડી, વિરાટનગર, ઓઢવ, નિકોલ, વસ્ત્રાલ, રામોલ, વટવા અને શાહીબાગમાં પણ છૂટ આપવામાં આવી છે. તેમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનાં નિયમોનું પાલન કરવું પડશે. આમ, પૂર્વ અમદાવાદમાં પણ હવે છૂટછાટ આપતાં ફરીથી જનજીવન સામાન્ય બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.