Ahmedabad/ કોરોના વેક્સીનેશનને લઈને AMC તંત્રની આવી છે તૈયારીઓ..

કોરોના વેક્સીનેશનને લઈને AMC તંત્રની આવી છે તૈયારીઓ..

Top Stories Ahmedabad Gujarat
kite festival 3 કોરોના વેક્સીનેશનને લઈને AMC તંત્રની આવી છે તૈયારીઓ..

@રીમા દોશી, અમદાવાદ

અમદાવાદમાં કોરોના વેકસીનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે .AMC દ્વારા શહેરની મોટી હોસ્પિટલના ડોકટરને પણ વેકસીનેશનને લઈને ખાસ તાલીમ આપવામાં આવી હતી જેમાં વેકસીન સેન્ટર કેવા પ્રકારનું હોવું જોઈએ. સેન્ટર પર કુલ કેટલો સ્ટાફ કાર્યરત રહેશે સાથે ..એક સમયે વેકસીનેશન સેન્ટર પર કેટલા લોકો હાજર હશે તે તમામ અંગે ડોકટરો ને માહિતી આપવામાં આવી હતી.. સાથે જ અત્યાર સુધી માં કુલ 6 લાખ જેટલા લોકોનું વેકસીનેશન માટે રજીસ્ટ્રેશન  થઈ ચૂક્યું છે.. તે તમામ ને તબક્કાવાર રસી આપવામાં આવશે.  સાથે જ હાલ અમદાવાદ ના પૂર્વ ઝોન માં પણ એક વેકસીનેશન સેન્ટર તૈયાર થઈ ચૂક્યું છે. જેની મુલાકાત તબક્કાવાર રીતે ખાનગી હોસ્પિટલ સંચાલકો ને કરવામાં આવશે.

કેવું હશે વેક્સિનેશન સેન્ટર ..?

– ત્રણ અલગ અલગ રૂમ  હોવા જોઈએ
– ત્રણે રૂમનો પ્રવેશ અને નિકાસ દ્વારા અલગ અલગ હોવો જોઈએ
– પ્રથમ રૂમ માં વેટીંગ રૂમ હશે
– બીજા રૂમમાં વેક્સીન આપવામાં આવશે
-બીજા રૂમમાં ૪ જેટલા હેલ્થ સ્ટાફના લોકો હશે
-ત્રીજા રૂમમાં રસી લીધા બાદ ૩૦મિનિટ બેસવું પડશે
– પ્રથમ રૂમમાં જરૂરી પુરાવાઓ રજૂ કરવા પડશે

અત્યાર સુધી અમદાવાદમાં વેક્સિનેશન માટે 6 લાખ લોકોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે જેમને તબક્કાવાર રીતે રશી આપવામાં આવશે.

– પ્રથમ તબક્કે 55000 હેલ્થ વર્કરને રસી આપશે
-બીજા તબક્કે 51000  AMCના અલગ અલગ કર્મચારીને રસી આપશે
-ત્રીજા તબક્કે ડોર ટુ ડોર સર્વે કરાયેલા ૫૦ વર્ષથી વધુની ઉંમરના લોકોને રસી અપાશે
-ચોથા તબક્કે  50 વર્ષથી નાના પણ ગંભીર બીમારી ધરાવતા લોકોને રસી અપાશે
– અત્યાર સુધી 6 લાખ લોકો કરાવી ચુક્યા છે નોંધણી