America-India friendship/ અમેરિકા-ભારતની મિત્રતા મજબૂત થઇ, હવે સાથે મળીને બનાવશે બખ્તરબંધ વાહનો

LAC પર ભારત અને ચીન વચ્ચે ઘણી અથડામણ થઈ છે, જ્યારે અમેરિકા તાઈવાન, સાઉથ ચાઈના સી સહિત વિવિધ મુદ્દાઓ પર ચીનનો સામનો કરતું રહે છે.

Top Stories India
7 1 1 અમેરિકા-ભારતની મિત્રતા મજબૂત થઇ, હવે સાથે મળીને બનાવશે બખ્તરબંધ વાહનો

ભારત અને અમેરિકાની મિત્રતા વધતા ચીનના પેટમાં તેલ રેડાયું છે,ચીન સાથે બંને દેશોના સંબંધો લાંબા સમયથી સારા નથી. LAC પર ભારત અને ચીન વચ્ચે ઘણી અથડામણ થઈ છે, જ્યારે અમેરિકા તાઈવાન, સાઉથ ચાઈના સી સહિત વિવિધ મુદ્દાઓ પર ચીનનો સામનો કરતું રહે છે. ચીન સાથેના સંઘર્ષ વચ્ચે ભારત અને અમેરિકાએ મોટું પગલું ભર્યું છે. બંને દેશ સંયુક્ત રીતે બખ્તરબંધ વાહનોનું ઉત્પાદન કરશે. આ સાથે ચીનના કોઈપણ નાપાક કૃત્યનો જવાબ આપી શકાય છે. બાદમાં, આ વાહનોને ચીન અને પાકિસ્તાન સરહદો નજીક તૈનાત કરી શકાય છે, જે પડોશી દેશો માટે સમસ્યા ઊભી કરશે.

અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને શુક્રવારે કહ્યું કે ભારત અને અમેરિકા સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ હેઠળ લડાયક વાહનોનું સહ-ઉત્પાદન કરશે. ઓસ્ટિન દિલ્હીમાં ‘ટુ પ્લસ ટુ’ સંરક્ષણ અને વિદેશ મંત્રી સ્તરની ચર્ચા બાદ કેટલાક પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. અમેરિકાના પ્રતિનિધિમંડળમાં ઓસ્ટિન ઉપરાંત વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન પણ સામેલ હતા.

ભારતીય પક્ષનું નેતૃત્વ વિદેશ મંત્રી એસ જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કર્યું હતું. “અમે બખ્તરબંધ વાહનોના સહ-ઉત્પાદન માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને તે અત્યંત મહત્વપૂર્ણ છે,” ઓસ્ટીને કહ્યું. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે બેઠક દરમિયાન ચીન તરફથી વધી રહેલા સુરક્ષા પડકારો સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકા-ભારત સંબંધો માત્ર ચીન દ્વારા સામનો કરવામાં આવેલા પડકારો પર આધારિત નથી, પરંતુ બંને દેશોના સહિયારા મૂલ્યો પર આધારિત છે. જ્યારે અમેરિકા પાસેથી 31 MQ-9B ડ્રોન ખરીદવાના ભારતના પ્રોજેક્ટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ઓસ્ટિને કહ્યું કે યોગ્ય સમયે તેની જાહેરાત કરવામાં આવશે