Report/ અમેરિકાનો ગુપ્ત રિપોર્ટ ભારત અને પાકિસ્તાન વચ્ચે ભીષણ યુદ્વ થશે…?

ભારત હમેંશા શાંતિપ્રિય દેશ રહ્યો છે. તેનો આગવો ઇતિહાસ છે કે તે કોઇ પણ દિવસ પહેલા હુમલો કરતો નથી. પરતું જયારે પણ વિદેશી દેશોએ હુમલો કર્યો છે. ત્યારે આપણા દેશે દુશમનના દાંત ખાટા કરી નાંખ્યા છે. અમેરિકાના એક ગુપ્ત રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બન્ને પાડોશી દેશ પરમાણુ શક્તિથી સજ્જ છે. અને તેમના સંબધો […]

World
loc અમેરિકાનો ગુપ્ત રિપોર્ટ ભારત અને પાકિસ્તાન વચ્ચે ભીષણ યુદ્વ થશે...?

ભારત હમેંશા શાંતિપ્રિય દેશ રહ્યો છે. તેનો આગવો ઇતિહાસ છે કે તે કોઇ પણ દિવસ પહેલા હુમલો કરતો નથી. પરતું જયારે પણ વિદેશી દેશોએ હુમલો કર્યો છે. ત્યારે આપણા દેશે દુશમનના દાંત ખાટા કરી નાંખ્યા છે.

અમેરિકાના એક ગુપ્ત રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બન્ને પાડોશી દેશ પરમાણુ શક્તિથી સજ્જ છે. અને તેમના સંબધો પરસ્પર સારા નથી અને તણાવભર્યા છે જેના લીધે ભારત અને પાકિસ્તાન વચ્ચે ભીષણ યુદ્વનો દાવો કરવામાં આવ્યો છે. આ અહેવાલ અમેરિકાના ગુપ્ત રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે બન્ને દેશો ના ઇચ્છતાં હોવા છતા, પણ લાંબા યુદ્વ માટે આગળ વધશે. આ સંસ્થા કોઇ પણ અહેવાલ દુનિયાની સમસ્યાઓનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરીને જ દાવો કરે છે.

ઉલ્લેખનીય છે કે વોશિંગ્ટનમાં પ્રકાશિત થયેલો ગ્લોબલ ટ્રેડર્સ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્વ થઇ શકે છે. બન્ને દેશમાંથી એકપણ દેશ યુદ્વ ઇચ્છતું નથી. જો પાકિસ્તાન આતંકવાદી હુમલો કરશે તો ભારત તેનો જવાબ આપશે.

આ અહેવાલ દર ચાર વર્ષે કરવામાં આવે છે. અમેરિકા સરકારની રાષ્ટ્રીય ગુપ્ત પરિષદ દ્વારા સંકલિત કરવામાં આવે છે. આ પહેલા પણ દાવો કરવામાં આવ્યો હતો કે કોરોના પછી વિશ્વમાં આર્થિક મંદીમાં આવી જશે. અને તે અહેવાલ સાચો પડ્યો છે.

અહેવાલમાં પાકિસ્તાન પોતાના બચાવ માટે કાર્યવાહી કરશે. બન્ને દેશો વચ્ચે પાંચ વર્ષ, સુધી તણાવ રહેશે, જો યુદ્વ થાય તો આર્થિક અને રાજકીય નુકશાન થઇ શકે છે.