Video/ રશિયન હુમલાનાં ડર વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિએ પત્ની સાથે આપ્યો પ્રેમ સંદેશ, જુઓ વીડિયો

યુક્રેન પર રશિયન હુમલાની આશંકા વચ્ચે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ઈન્સ્ટાગ્રામ પર એક નાનો વીડિયો શેર કર્યો છે. આમાં તેણે અને તેની પત્ની ઓલેનાએ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે. આપને જણાવી દઈએ કે, એવું માનવામાં આવે છે કે, રશિયન આક્રમણના તણાવ વચ્ચે બંને ઘરે છે.

Top Stories World
યુક્રેન

બંનેએ યુક્રેનિયનોને વેલેન્ટાઈન ડેની શુભેચ્છા પાઠવી છે. “ચાલો એકબીજાને પ્રેમ અને યુક્રેનને પ્રેમ કરીએ,” તેણે પોતાના સંદેશમાં કહ્યું.

Instagram will load in the frontend.

યુક્રેનિયન આર્મી અને બેંકો પર સાયબર હુમલો
યુક્રેનના સંરક્ષણ મંત્રાલય, મુખ્ય બેંકો અને સૈન્ય પર મંગળવારે શ્રેણીબદ્ધ સાયબર હુમલા કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ આ માહિતી આપી. આ હુમલાની આડમાં વધુ ગંભીર સાયબર હુમલાના કોઈ સંકેત નથી. ટેકનિકલ ભાષામાં, આને ‘ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ ઑફ સર્વિસ’ (DDoS) હુમલા તરીકે વર્ણવવામાં આવે છે, જેનો અર્થ થાય છે સર્વરને લક્ષ્ય બનાવવું અને તેને ઇન્ટરનેટ ડેટાથી ભરવું, જેથી સામાન્ય રીતે ઇનકમિંગ ડેટા ખોરવાઈ જાય.

આ હુમલાને કારણે યુક્રેનમાં ઓછામાં ઓછી 10 વેબસાઈટ બંધ કરવામાં આવી હતી, જેમાં સંરક્ષણ, વિદેશી બાબતો અને સંસ્કૃતિ મંત્રાલયોની વેબસાઈટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જાહેર ક્ષેત્રની બે સૌથી મોટી બેંકોની વેબસાઈટ પણ પ્રભાવિત થઈ હતી.