israel hamas war/ હમાસે બે ઈઝરાયેલી બંધકોને કર્યા મુક્ત, હજુ 220 નાગરિકો કેદમાં

હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયલમાંથી અપહરણ કરાયેલા 222 બંધકોમાંથી વધુ બેને મુક્ત કર્યા છે. ઈઝરાયલના એક વરિષ્ઠ અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે.

Top Stories World
YouTube Thumbnail 2023 10 24T080218.879 હમાસે બે ઈઝરાયેલી બંધકોને કર્યા મુક્ત, હજુ 220 નાગરિકો કેદમાં

હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયલમાંથી અપહરણ કરાયેલા 222 બંધકોમાંથી વધુ બેને મુક્ત કર્યા છે. ઈઝરાયલના એક વરિષ્ઠ અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે. હમાસ સાથેના યુદ્ધના 17મા દિવસે, ઇઝરાયલે પુષ્ટિ કરી કે નુરીટ કૂપર (80) અને યોચાવેડ લિપશીટ્ઝ (85)ને ગાઝા પટ્ટીમાં કેદમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

હમાસે તેની ટેલિગ્રામ સાઇટ પર એક નિવેદનમાં કહ્યું કે, અમે માનવતાવાદી અને ખરાબ સ્વાસ્થ્યના કારણોસર તેને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. તેમ છતાં દુશ્મનોએ ગયા શુક્રવારે તેમને સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.

માહિતી અનુસાર, માનવતાવાદી સહાયની 20 ટ્રક ગાઝામાં પ્રવેશી હતી અને કતાર દ્વારા વિદેશી પાસપોર્ટ સાથે લગભગ 50 બંધકોની મુક્તિની ખાતરી કરવામાં આવી હતી. આ અહેવાલો વચ્ચે હમાસ-સશસ્ત્ર પાંખના પ્રવક્તા અબુ ઉબૈદાએ લોકોને મુક્ત કરવાની જાહેરાત કરી હતી.

મુક્ત કરાયેલા બે ઈઝરાયલી મહિલાઓ છે, 80 વર્ષીય નુરિટ કૂપર અને 85 વર્ષીય યોચાવેડ લિપશીટ્ઝ જેઓ લગભગ 9:45 વાગ્યે રફાહ ક્રોસિંગ પર પહોંચ્યા હતા. યોચાવેડ લિપશીટ્ઝ તેના પતિ ઓડેડ સાથે અપહરણ કરવામાં આવ્યું હતું. તેમના પૌત્ર, પૂર્વ ગોલકીપર ડેનિયલ લિપશીટ્ઝે યુદ્ધ બાદ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યું કે બંને ગુમ છે.


whatsapp ad White Font big size 2 4 હમાસે બે ઈઝરાયેલી બંધકોને કર્યા મુક્ત, હજુ 220 નાગરિકો કેદમાં


આ પણ વાંચો: Dussehra/ ભારતમાં ‘રાવણ’ના ચાર મંદિરો, જ્યાં થાય છે રાક્ષસ રાજાની પૂજા!

આ પણ વાંચો:Israel Conflict/ ઇઝરાયેલે હમાસના આતંકવાદીઓને ટનલમાંથી બહાર કાઢવા માટે બનાવ્યો આ મોટો પ્લાન

આ પણ વાંચો: તોફાન/ તેજ બાદ હવે ચક્રવાતી હામૂનનો ખતરો, ઓડિશા સહિત આ રાજયોમાં એલર્ટ