Not Set/ અમિત જેઠવા કેસમાં આરોપીની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી

જામીન અરજી નામંજૂર કરવામાં આવી

Gujarat
high court અમિત જેઠવા કેસમાં આરોપીની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી

ગુજરાતના બહુચર્ચિત અમિ જેઠવા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા બહાદુર વાઢેલએ હાઇકોર્ટમાં કરેલી જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી છે.  બહાદુર વાઢેલે કોર્ટમાં અરજી કરી હતી કે તેની પત્નીને સર્જરી કરવાની હોવાથી તેને જામીન આપવામાં આવે પણ કોર્ટે તેની આ અરજી નામંજૂર કરી હતી.

હાઈકોર્ટ બહાર 2010માં આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.  હત્યા બાદ તેમના પિતાએ કોર્ટમાં અરજી કરી હતી.  કોર્ટે ભાજપના પૂર્વ સાંસદ દીનું સોલંકી સહિત 7 લોકોને દોષી ઠેરવી આજીવન કેદની સજા કરી હતી. ઉલ્લેખનીય છે કે બહાદુર વાઢેલએ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી કે તેની પત્નીને સર્જરી કરવાની હોવાથી જામીન અરજી કરી હતી પણ કોર્ટે અરજી ફટકારી હતી.

ઉલ્લેખનીય છે કે આરટીઆઇ કાર્યકર્તા અમિત જેઠવા કેસે રાજ્યમાં ચકચાર મચાવી હતી, આ બહુચર્ચિત કેસમાં સીબીઆઇએ સાત આરોપીઓને દોષી જાહેર કર્યા હતા.જેમાં ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીને પણ દોષિત જાહેર કરવામાં આવ્યા હતાં, દીનુ બોઘા સોલંકી સાથે શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણને પણ સીબીઆઈની કોર્ટે દોષી જાહેર કર્યા હતા.