Not Set/ અમીત શાહે મમતાનાં ગઢમાં લગાવ્યા જય શ્રી રામનાં નારા, કહ્યુ હિમ્મત હોય તો રોકી બતાવે દીદી

દેશમાં લોકસભાની ચુંટણીનાં કુલ 5 ચરણ પૂર્ણ થઇ ગયા છે. હવે બે ચરણમાં મતદાન થવાનું બાકી છે ત્યારે આજે બીજેપીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે પંશ્ચિમ બંગાળનાં મેદિનીપુર જિલ્લામાં લોકોને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે કહ્યુ કે, મમતા દીદી તમે અમને ભારતમાં જય શ્રી રામનું જાપ કરવાથી કેમ રોકવા માંગો છો?  અમને તેમને પૂજા કરવામાં કોઇ […]

India Politics
Amit Shah 9 અમીત શાહે મમતાનાં ગઢમાં લગાવ્યા જય શ્રી રામનાં નારા, કહ્યુ હિમ્મત હોય તો રોકી બતાવે દીદી

દેશમાં લોકસભાની ચુંટણીનાં કુલ 5 ચરણ પૂર્ણ થઇ ગયા છે. હવે બે ચરણમાં મતદાન થવાનું બાકી છે ત્યારે આજે બીજેપીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે પંશ્ચિમ બંગાળનાં મેદિનીપુર જિલ્લામાં લોકોને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે કહ્યુ કે, મમતા દીદી તમે અમને ભારતમાં જય શ્રી રામનું જાપ કરવાથી કેમ રોકવા માંગો છો?  અમને તેમને પૂજા કરવામાં કોઇ રોકી નહી શકે.

mamata banerjee 770x433 અમીત શાહે મમતાનાં ગઢમાં લગાવ્યા જય શ્રી રામનાં નારા, કહ્યુ હિમ્મત હોય તો રોકી બતાવે દીદી

બંગાળની રાજનીતિમાં છેલ્લા કેટલાક દિવસોથી જય શ્રી રામ નાં નારાઓ સાંભળવા મળી રહ્યા છે. જય શ્રી રામ પર પ્રદેશની સીએમ મમતા બેનર્જી અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે હજુ રાજનીતિક ટક્કર શાંત પણ થયો નહતો કે હવે બીજેપી અધ્યક્ષ અમીત શાહ પણ આ મુદ્દે મેદાનમાં કૂદી પડ્યા છે. પશ્ચિમ બંગાળનાં મેદિનીપુરમાં અમીત શાહે આ મુદ્દે મમતા બેનર્જીને આડે હાથ લીધા. શાહે મંચ પરથી જય શ્રી રામ નાં નારા લગાવ્યા અને બોલ્યા જે થઇ શકે તે કરી લો. તેટલુ જ નહી કહ્યુ કે, જે કલમ લગાવી હોય તે લગાવી દો. અમને જય શ્રી રામ નાં નારા લગાવવાથી કોઇ રોકી નહી શકે.

ModiDidi 832014701 6 અમીત શાહે મમતાનાં ગઢમાં લગાવ્યા જય શ્રી રામનાં નારા, કહ્યુ હિમ્મત હોય તો રોકી બતાવે દીદી

લોકશાહીની સ્વતંત્રતા અને મમતાની મુક્તિની ચૂંટણી

અમીત શાહે કહ્યુ કે, પશ્ચિમ બંગાળમાં આ ચુંટણી લોકશાહીની સ્વતંત્રતા અને મમતા દીદીની સત્તાથી મુક્ત કરવા માટે લડવામાં આવી રહ્યો છે. અમીત શાહે વિશ્વાસ સાથે કહ્યુ કે, ચાહે જેટલુ જોર કરવુ હોય કરી લો પણ અમે જ જીતવાનાં છીએ.