Gandhinagar News/ વિધાનસભાના સદસ્યો (MLA)ને મળશે વધુ સુવિધાયુક્ત આવાસ…ગાંધીનગર ખાતે અમિત શાહ દ્વારા લોકાર્પણ…

ગાંધીનગર ખાતે આ સદસ્ય નિવાસ સંકુલ સેક્ટર 17 માં મોકળાશ ભરી જગ્યામાં 3 બેડરૂમ, લિવિંગ રૂમ, કિચન, ઓફિસ રૂમ તથા સર્વન્ટ રૂમની સુવિધા યુક્ત છે…

Gujarat Gandhinagar

Gandhinagar News: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે (Amit Shah) ગાંધીનગરમાં 28,576 ચોરસ મીટરમાં નવનિર્મિત સદસ્ય નિવાસ સંકુલનું લોકાર્પણ કર્યું હતું.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાત વિધાનસભાના સદસ્યો (Gujarat MLA) માટે નવનિર્મિત નિવાસ સંકુલનું ભાઈબીજના પવિત્ર પર્વે ગાંધીનગર (Gandhinagar)માં લોકાર્પણ કર્યું હતું.

રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા આ સદસ્ય નિવાસ સંકુલ સેક્ટર 17 માં કુલ 28,576 ચોરસ મીટરમાં નિર્માણ પામ્યું છે અને પ્રતિ આવાસ 238.45 ચોરસ મીટરની મોકળાશ ભરી જગ્યામાં 3 બેડરૂમ, લિવિંગ રૂમ, કિચન, ઓફિસ રૂમ તથા સર્વન્ટ રૂમની સુવિધા યુક્ત છે.

મુખ્યમંત્રી, વિધાનસભાના અધ્યક્ષ, નાયબ મુખ્યમંત્રી અને વિધાનસભા ઉપાધ્યક્ષની પ્રેરક ઉપસ્થિતિ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી (Shankar Chaudhari), નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) તથા વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા આહિર (Jetha Ahir)ની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ આ સુવિધા સભર આવાસોનું લોકાર્પણ સંપન્ન કર્યું હતું.

વિશાળ ગાર્ડન, મલ્ટીપર્પઝ હોલ, કોમ્યુનિટી હોલ જીમ્નેશીયમ અને દવાખાનું, પાર્કિંગ પ્લોટ સહિતની સુવિધાઓ સદસ્ય નિવાસ સંકુલમાં ઉપલબ્ધ

રૂપિયા 325 કરોડના અંદાજિત ખર્ચે નવનિર્મિત આ સદસ્ય નિવાસ સંકુલમાં આધુનિક સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વિશાળ ગાર્ડન, 300 વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો મલ્ટીપર્પઝ હોલ, કોમ્યુનિટી હોલ, સ્વિમિંગ પૂલ, જીમનેશિયમ,કેન્ટીન (ડાઇનિંગ હોલ), ઇન્ડોર રમતનાં સાધનો તેમજ તબીબી સારવાર માટે દવાખાનાનું અને પ્રોવિઝન સ્ટોર જેવી સુવિધાઓનું નિર્માણ કરવામાં આવેલું છે.
આ સાથે સંકુલમાં પૂરતા પ્રમાણમાં પાર્કિંગ મળી રહે તે માટે પણ દરેક યુનિટ દીઠ 2 અલોટેડ પાર્કિંગ જેમાંથી 1 બેઝમેંટ અને 1 ગ્રાઉન્ડ ફ્લોર પર આપવામાં આવ્યા છે.

કેમ્પસના તમામ આંતરિક રસ્તાઓ આર.સી.સી.નાં (RCC Road) બનાવવામાં આવ્યા છે.

કેચ ધ રેઇન અને પર્યાવરણ જાળવણી ના વડા પ્રધાનના વિચાર ને અનુરૂપ વરસાદી પાણીના સંગ્રહ માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ ‘કેચ ધ રેઈન’ અને જળ સંચય ના આપેલા વિચારને અનુરૂપ ભૂગર્ભમાં વરસાદી પાણીના સંગ્રહ માટે રેઈન વોટર હાર્વેસ્ટિંગ (Water Harvesting) જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે.

એટલું જ નહીં, આ નવનિર્મિત સદસ્ય નિવાસ સંકૂલ પરિસરમાં કુલ 600 નવા વૃક્ષો (Plants)નું વાવેતર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પર્યાવરણ જાળવણીના સંકલ્પને સાકાર કરવા માટે નક્કર કદમ ભરવામાં આવ્યું છે.

આ ઉપરાંત ભવિષ્યની સંભવિત આવાસ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હાલના 12 બ્લોકના 216 આવાસોમાંથી 10 બ્લોકના 180 આવાસોમાં ફિક્સ તથા લુઝ ફર્નીચર સાથે અને બાકીના 2 બ્લોકના 36 આવાસો ફક્ત ફિક્સ ફર્નિચર સાથે તૈયાર કરવામાં આવ્યા છે.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે વર્ષ 1970-71માં ગુજરાત વિધાનસભાના સદસ્યોની રહેઠાણ સુવિધા માટે ગાંધીનગર સેક્ટર 17 માં 41.46 ચોરસ મીટરના એક બેડરૂમ, એક ડ્રોઈંગ રૂમ કિચન ટોયલેટ ની સુવિધા સાથેના આવાસો બનાવવામાં આવ્યા હતાં.
સમયાંતરે વધુ આવાસોની જરૂરિયાત ઊભી થતા 1990- 91 માં સેક્ટર 21 ખાતે 85.30 ચોરસ મીટર બાંધકામ વાળા બે બેડરૂમ ડ્રોઈંગ રૂમ કિચનની સુવિધા સાથેના કુલ 168 આવાસોના ત્રણ માળના કુલ 14 બ્લોકમાં નિર્માણ કરવામાં આવ્યા હતા.

હવે પ્રવર્તમાન સમયને અનુરૂપ તથા ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ નવા સુવિધા સભર સદસ્ય નિવાસ સંકુલનું નિર્માણ પૂર્ણ થતા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ આવાસોમાં પ્રતિ યુનિટ 170.32 ચો.મી. કાર્પેટ એરિયાના બાંધકામ અન્વયે 3 BHK માં ઓફિસ રૂમ વિથ વેઈટીંગ રૂમ, સર્વન્ટ રૂમ , 1 કિચન, 1 ડાઈનિંગ રૂમ, 1 લિવિંગ રૂમ વીથ બાલ્કની, 1 ડ્રેસીંગ રૂમ અને 2 ટોઈલેટની સુવિધાઓ પુરી પાડવામાં આવી છે.

તમામ ઇન્ટિરિયર ફર્નિચર સાથેના આવાસો ઉપરાંત 2 લિફ્ટનો પણ સમાવેશ થાય છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ નિવાસ સંકુલના લોકાર્પણ કર્યા પછી આવાસની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું અને અદ્યતન સુવિધાઓથી સંતોષ વ્યક્ત કર્યો હતો.

આ લોકાર્પણ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરા પટેલ (Meera Patel), જિલ્લાના ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે, સંગઠનના પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કાઉન્સિલરો અને માર્ગ મકાન સચિવ પ્રભાત પટેલીયા તથા વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી મંડળના નવા સભ્યોનો પરિચય…

આ પણ વાંચો:નવા મંત્રીઓને કરાઈ ખાતાંની ફાળવણી, જાણો ક્યાં મંત્રીને કયું ખાતું મળ્યું?

આ પણ વાંચો:કેબિનેટ વિસ્તરણઃ પ્રફુલ પાનસેરીયાએ નવા મંત્રીમંડળમાં પણ સ્થાન જાળવ્યું