Gujarat Rain News/ ગુજરાતના 180 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના લાખણીમાં પડ્યો

ગુજરાતમાં 200 તાલુકામાં મેઘમહેર થઈ છે. તેમા બનાસકાંઠાના લાખણીમાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ જારી પડ્યો છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના લગભગ 180 તાલુકામાં મેઘમહેર થઈ છે અને તેમા બનાસકાંઠાના લાખણીમાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ ત્રાટક્યો છે.

Gujarat Gandhinagar Top Stories Breaking News
Beginners guide to 96 ગુજરાતના 180 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના લાખણીમાં પડ્યો

Gujarat Rain News:  ગુજરાતમાં 200 તાલુકામાં મેઘમહેર થઈ છે. તેમા બનાસકાંઠાના લાખણીમાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ જારી પડ્યો છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના લગભગ 180 તાલુકામાં મેઘમહેર થઈ છે અને તેમા બનાસકાંઠાના લાખણીમાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ ત્રાટક્યો છે.

બનાસકાંઠાના લાખણીમાં 11, મહેસાણા તાલુકામાં ચાર, મહેસાણાના બહુચરાજીમાં ચાર, નવસારીના ચીખલીમાં ચાર, બનાસકાંઠાના દાંતીવાડામાં પોણા ચાર ઇંચ, બનાસકાંઠાના વાવમાં સવા ત્રણ ઇંચ, બનાસકાંઠાના સુઈ ગામમાં સવા ત્રણ ઇંચ, અરવલ્લીના મોડાસામાં પોણા ત્રણ ઇંચ, ડાંગના વઘઈમાં પોણા ત્રણ ઇંચ, નવસારીના વાંસદામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો.

વરસાદે ઉત્તર ગુજરાત પર પણ મહેર કરતાં આ ઉપરાંત પાટણના સિદ્ધપુરમાં અઢી ઇંચ, મહીસાગરના બાલાસિનોરમાં અઢી ઇંચ, બનાસકાંઠાના થરાદમાં સવા બે ઇંચ, તાપીના ડોલવણમાં સવા બે ઇંચ, દાહોદના ફતેહપુરામાં સવા બે ઇંચ, મહેસાણાના ઊંઝામાં સવા બે ઇંચ, સુરતના ઓલપાડમાં પોણા બે ઇંચ, ચાણસ્મા અને સરસ્વતી તાલુકામાં પોણા બે ઇંચ, નવસારી, ખેરગામ અને જલાલપોરમાં પોણા બે ઇંચ તથા ડાંગના આહવામાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઉલ્લેખનીય છે કે વરસાદની સીઝનમાં અત્યાર સુધી ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો સાત ટકા જ વરસાદ નોંધાયો છે.

મધ્ય ગુજરાતમાં જોઈએ તો પંચમહાલના શહેરોમાં પોણા બે ઇંચ વરસાદ, હિંમતનગર અને પાટણમાં પોણા બે ઇંચ વરસાદ, જોટાણા, કપડવંજમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે. લુણાવાડા, દેત્રોજ અને સંજેલીમાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે. આ સિવાય તલોદ, ઝાલોદ અને વાલોડ, વ્યારા, પાલનપુર, પ્રાંતિજ, વડનગર, સંતરામપુર, અમદાવાદ, કઠલાલ, સમી, ડીસા અને નડિયાદમાં દોઢ-દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.

સોનગઢ, સાવરકુંડલા, વલસાડ, સુરતના મહુવા, ઉમરપાડા, કડી અને ગણદેવીમાં એક-એક ઇંચ વરસાદ પડ્યો હતો. દસક્રોઈ, સાણંદ, મેઘરમાં એક-એક ઇંચ વરસાદ પડ્યો હતો. આ જ રીતે દસાડા, સુબીર અને વાપીમાં એક-એક ઇંચ વરસાદ પડ્યો હતો. વિસનગર, કાંકરેજ, ખેડબ્રહ્મામાં એક-એક ઇંચ વરસાદ પડ્યો હતો. બારડોલી, વિજાપુરમાં પણ પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. માંડલ, ધરમપુર, પાલીતાણા, ભિલોડા અને અંકલેશ્વરમાં પોણા ઇંચ વરસાદ સાથે મેઘરાજાએ રાજ્યના મોટા હિસ્સાને પાણીથી તરબોળ કરી દીધા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ક્યારથી થશે શરૂ?

આ પણ વાંચો: ફ્રાન્સના એમ્બેસેડર યુત ડૉ. થિયરી માથૌ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે

આ પણ વાંચો: આયુર્વેદિક દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણાનો ગેરકાયદે ધંધો

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ, અનેક જગ્યાએ ભરાયા પાણી