અમરેલી,
અમરેલીના ખાંભાના મોટાબારમણ ગામે સિંહનો આતંક સામે આવ્યો છે. સિંહે એક ખેડૂત પર હુમલો કર્યો છે. હુમલાને કારણે ખેડૂતને ગંભીર રીતે ઇજા પહોંચતા સારવાર માટે રાજુલા ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર મોટાબારમણ ગામે રાત્રિ દરમિયા બે સિંહો દ્વારા મારણ કરીને મિજબાની માણી રહ્યા હતા. આ દરમિયાન ખેડૂત પર સિંહે હુમલો કર્યો હતો. જો કે વનકર્મીની સમયસૂચકતાને કારણે ખેડૂતોનો જીવ બચી ગયો હતો. મહત્વનું છે કે ઇજાગ્રસ્ત થયેલ ખેડૂતનું નામ નાનજી ભાઇ વાઘેલા હોવાનું સામે આવ્યું છે.
