Not Set/ મધ્યાહન ભોજનમાં ગુણવતાયુક્ત જથ્થો પૂરો પાડવા અપાયું અલટીમેટમ

ખાંભા, ખાંભામાં મધ્યાહન ભોજનમાં ગુણવતાયુક્ત જથ્થો પુરો પાડવા તંત્રને રજૂઆત કરવામાં આવી છે. પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજનમાં હલકી ગુણવતાવાળા જથ્થાનુ વિતરણ કરવામાં આવે છે. જેથી બાળકોનુ આરોગ્ય જોખમમાં મુકાઇ રહ્યુ છે. આ બાબતને લઇ સંઘના કર્મચારીઓમાં આક્રોશ જોવા મળ્યા હતા અને ભોજન યોજના કર્મચારી સંઘના હોદ્દેદારોએ લેખિત ફરિયાદ કરી હતી. ઉલ્લેખનીય છે કે, મધ્યાહન ભોજન […]

Gujarat Others Videos
mantavya 330 મધ્યાહન ભોજનમાં ગુણવતાયુક્ત જથ્થો પૂરો પાડવા અપાયું અલટીમેટમ

ખાંભા,

ખાંભામાં મધ્યાહન ભોજનમાં ગુણવતાયુક્ત જથ્થો પુરો પાડવા તંત્રને રજૂઆત કરવામાં આવી છે. પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજનમાં હલકી ગુણવતાવાળા જથ્થાનુ વિતરણ કરવામાં આવે છે.

જેથી બાળકોનુ આરોગ્ય જોખમમાં મુકાઇ રહ્યુ છે. આ બાબતને લઇ સંઘના કર્મચારીઓમાં આક્રોશ જોવા મળ્યા હતા અને ભોજન યોજના કર્મચારી સંઘના હોદ્દેદારોએ લેખિત ફરિયાદ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘના મંત્રી હસુભાઈ જોશીએ જણાવ્યુ હતુ કે અમે હલકી ગુણવતાવાળો જથ્થો પીરસાઇ રહ્યો છે તેવી રજૂઆત તંત્રને અનેકવાર કરી છે. છતા કોઇ પણ પ્રકારનો ફેરફાર થયો નથી. જો આ બાબતને લઇ કોઇ યોગ્ય પગલા લેવામાં નહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.