Not Set/ આવતીકાલથી અમદાવાદમાં AMTS અને BRTS બસ સેવા બંધ

અમદાવાદીઓ માટે એક મુશ્કેલીભર્યા સમાચાર આવી રહયા છે. કોરોનાના વધતા સંક્રમણને લઇને અમદાવાદમાં આવતીકાલથી AMTS અને BRTS બસ સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જે અચોક્કસ મુદત સુધી રહેશે. આ પહેલાં પણ અમદાવાદમાં રિવરફ્રન્ટ અને બાગ-બગીચા બંધ કરવાનો કોર્પોરેશને નિર્ણય લીધો છે.જેમાં ઉસ્માનપુરા, ફ્લાવર ગાર્ડન, ચિલ્ડ્રન પાર્ક સહીતની તમામ એક્ટિવિટી બંધ કરવામાં આવી છે. ગુજરાત […]

Top Stories Ahmedabad Gujarat
BRTS 1 આવતીકાલથી અમદાવાદમાં AMTS અને BRTS બસ સેવા બંધ

અમદાવાદીઓ માટે એક મુશ્કેલીભર્યા સમાચાર આવી રહયા છે. કોરોનાના વધતા સંક્રમણને લઇને અમદાવાદમાં આવતીકાલથી
AMTS અને BRTS બસ સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જે અચોક્કસ મુદત સુધી રહેશે. આ પહેલાં પણ અમદાવાદમાં રિવરફ્રન્ટ અને બાગ-બગીચા બંધ કરવાનો કોર્પોરેશને નિર્ણય લીધો છે.જેમાં ઉસ્માનપુરા, ફ્લાવર ગાર્ડન, ચિલ્ડ્રન પાર્ક સહીતની તમામ એક્ટિવિટી બંધ કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યને કોરોના બરાબર ભીસમાં લઇ રહ્યું છે. રાજ્યમાં સતત કોરોના કેસનો આંકડો રોકેટ ગતિએ વધી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોધાયેલા નવા કેસનો આંકડો 1000 ને પાર કરી ગયો છે.

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કોલાકમાં 1122 જ નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,81,173 પર પહોંચ્યો  છે. તો સાથે રાજ્યમાં કોરોનાથી કુલ ત્રણ લોકો મોત થયા છે.

રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને  પગલે  અમદાવાદ મનપાના આદેશ અનુસાર આવતી કાલ તારીખ 17 માર્ચથી  આગામી 31 માર્ચ સુધી રીવર ફ્રન્ટ ઈસ્ટ અને વેસ્ટ  બંધ રાખવામાં આવશે. જેમાં ખાસ કરીને રીવર ફ્રન્ટના વોક વે પર કોઈપણ વય્ક્તિ અવર જવર કરી શકશે નહિ. તેની તકેદારીના ભાગ રૂપે અમદાવાદ પોલીસને પણ નિયમનું પાલન કરાવવા માટે જવાબદારી સોપવામાં આવી છે.

રીવર ફ્રન્ટ માં કરવામાં આવતી સાયક્લીગ અને ગાર્ડન એરિયા પણ સંપૂર્ણ પાને બંધ રાખવાનો આદેશ જાહેર કરવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ આદેશ તો ભંગ કરશે તો માંનાપનાધિકારી અને પોલીસ દ્વારા દંડાત્મક  કર્યવાહી કરવામાં આવશે.

રીવર ફ્રન્ટમાં મુખ્ય રોડ વાહનોની અવરજવર માટે ચાલુ રાખવામાં આવ્યો છે. જેમાં સાયકલ ચાલક થી લઈને કાર  અને મોટા વાહનો પણ અવાર જવર માટે મંજુરી આપવામાં આવી છે. પરંતુ વાહન ચાલક રીવર ફ્રન્ટ ના વોક વે કે અન્ય એરિયામાં પોતાના વાહન હંકારી શકશે નહિ. તેવી સ્પષ્ટ સુચના આપવામાં આવી છે.