Accident/ અમદાવાદમાં AMTSની બ્રેક ફેલ થતાં અકસ્માત, 8 વાહનો ધડાકાભેર અથડાયા

અમદાવાદ જોધપુર ચાર રસ્તા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા રહી ગયો હતો. એએમટીએસની બ્રેક ફેલ જવાથી 8 જેટલાં વાહનોને અડફેટે લીધા હતા, સદનસીબથી કોઈ જાનહાનિ………

Top Stories Ahmedabad Gujarat
Image 2024 05 13T083928.753 અમદાવાદમાં AMTSની બ્રેક ફેલ થતાં અકસ્માત, 8 વાહનો ધડાકાભેર અથડાયા

Ahmedabad News: અમદાવાદ શહેરમાં મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાતા રહી ગયો હતો. જોધપુર સ્ટાર બજારની સામે AMTSની બ્રેક ફેલ જતાં બસ બેકાબૂ બનતાં એકીસાથે 8 વાહનોને અડફેટે લીધાં હતા. જેમાં 4 થી 5 લોકોને ઈજા થવા પામી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

અમદાવાદ જોધપુર ચાર રસ્તા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા રહી ગયો હતો. એએમટીએસની બ્રેક ફેલ જવાથી 8 જેટલાં વાહનોને અડફેટે લીધા હતા, સદનસીબથી કોઈ જાનહાનિ થવા પામી નથી અને મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. બસે કાર, રિક્ષા સહિતના વાહનોને અડફેટે લેતા વાહનોનો કચ્છરઘાણી નીકળી ગયો હતો. ડ્રાઈવરે બસને દીવાલે અથડાવતાં બસ ઊભી રહી ગઈ હતી.

સૂત્રો મુજબ, ઘાયલ લોકોને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિકજામ થઈ ગયો હતો. 151/3 બસ હાટકેશ્વર થી ઘૂમા જતી હતી. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓરેવા ફરીથી સાણસામાંઃ ગુજરાત હાઇકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ફટકારી

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન જ સાબરમતીને કરે છે ગંદી, પછી બીજાની ક્યાં વાત કર