Not Set/ ભારત ઈમરજન્સીને કાળા દિવસ તરીકે ઓળખે છે: PM મોદી

26 જૂને પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દ્વારા લગાવવમાં આવેલ ઈમરજન્સીના આજે 43 વર્ષ પુરા થયા છે. 25 જૂન 1975ની મધ્યરાત્રિએ ઈમરજન્સી લાદી હતી. 21 મહિના સુધી દેશભરમાં ઈમરજન્સી લાગુ રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ઇમરજન્સીના 43 વર્ષ પુરા થતાં કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કટોકટીનો વિરોધ કરવાવાળા લોકોને […]

Top Stories India Trending
back day ભારત ઈમરજન્સીને કાળા દિવસ તરીકે ઓળખે છે: PM મોદી

26 જૂને પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દ્વારા લગાવવમાં આવેલ ઈમરજન્સીના આજે 43 વર્ષ પુરા થયા છે. 25 જૂન 1975ની મધ્યરાત્રિએ ઈમરજન્સી લાદી હતી. 21 મહિના સુધી દેશભરમાં ઈમરજન્સી લાગુ રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ઇમરજન્સીના 43 વર્ષ પુરા થતાં કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો છે.

પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કટોકટીનો વિરોધ કરવાવાળા લોકોને હું નમન કરું છું. હું તે મહિલાઓ અને પુરુષોના સાહસોને નમન કરું છું જેમણે કટોકટીનો નીડરતા પૂર્વક સતત વિરોધ કર્યો હતો.’ભારત ઇમરજન્સીને કાળા દિવસ તરીકે યાદ કરે છે. આ દરમિયાન તમામ સંસ્થાઓને છિન્નભિન્ન કરી દીધી હતી અને ભયનો માહોલ બનાવી દીધો હતો.

ઇમરજન્સીમાં માત્ર લોકોની આઝાદી જ નહીં પરંતુ તેમના વિચારોને પણ બંધક બનાવી દીધા હતાં. તેમણે વધુમાં કહ્યું હતું કે ઇમરજન્સી સમયના વિવાદાસ્પદ નિર્ણયો પર વાર કરતા પીએમ મોદીએ દેશના લોકતંત્રને મજબૂત કરવાનું આહવાહ્ન કર્યું છે. તેમણે લખ્યું છે કે, ‘લખવું, વિવાદ કરવો, સવાલ કરવો અમારા લોકતંત્રના મહત્વના પાસા છે. કોઇપણ તાકાત અમારા સંવિધાનના બુનિયાદી સિંદ્ધાંતોને કચડી નથી શકતી.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે વિદ્યાર્થીઓને ઇમરજન્સી ભણાવવામાં આવશે. તેમના અભ્યાસક્રમમાં ઇમરજન્સીના વિષયને સામેલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે નવી પેઢીને કોંગ્રસે લગાવેલી ઈમરજન્સી અંગે જાગૃત કરવામાં આવશે.

શા માટે લાગુ કરાઈ હતી ઈમરજન્સી.

માનવામાં આવી રહ્યું છે કે, દેશમાં ઈમરજન્સી લાગુ કરવા માટેની કવાયત ૧૨ જૂન, ૧૯૭૫ના રોજ રાખવામાં આવી હતી. આ જ દિવસે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને પોતાના સંસદીય ક્ષેત્ર રાયબરેલીમાં ચૂંટણી પ્રચારના અભિયાનમાં સરકારી મશીનરીનો દુરપયોગ કરવાના મામલે દોષિત ઠેરવ્યા આવ્યા હતા અને ત્યારબાદ આ ચૂંટણીને પણ રદ્દ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઇન્દિરા ગાંધી પર આગામી ૬ વર્ષ માટે ચૂંટણી લડવા માટે તેમજ કોઈ પણ પ્રકારનું પદ મેળવવા માટે રોક લગાવી હતી.

આ દરમિયાન રાજ નારાયણ દ્વારા ૧૯૭૧માં રાયબરેલીમાં ઇન્દિરા ગાંધીના હાથે ચૂંટણી હાર્યા બાદ આ મામલો કોર્ટમાં દાખલ કર્યો હતો અને હાઈકોર્ટના જસ્ટિસ જગમોહનલાલ સિન્હાએ આ નિર્ણય આપ્યો હતો. ત્યારબાદ હાઈકોર્ટનો આ નિર્ણય સુપ્રીમ કોર્ટે પણ યથાવત રાખ્યો હતો.

કોર્ટના આ ચુકાદા બાદ ઇન્દિરા ગાંધી કોઈ પણ સંજોગોમાં પોતાનું પદ ખાલી કરવાના મૂળમાં ન હતા, તો બીજી બાજુ સંજય ગાંધી પણ પોતાની માંના હાથમાંથી સત્તા જાય એ પણ ઈચ્છતા ન હતા. જેથી અંતે ઇન્દિરા ગાંધીએ ઈમરજન્સી લાગુ કરી હતી.