Not Set/ અમુલ દુધના ભાવમાં વધારો, પ્રતિ લીટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો

અમુલ ફેડરેશન દ્વારા ભારત ભરના અમુલના દુધમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે

Top Stories Gujarat
amul milk price hike

અમુલ ફેડરેશન દ્વારા ભારત ભરના અમુલના દુધમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અને આવતીકાલથી એટલે કે 1લી માર્ચથી આ વધારો લાગૂ પડશે. અમૂલે ગોલ્ડ, તાજા અને શક્તિ દૂધના લિટર દીઠ ભાવમા 2 રૂપિયાનો વધારો કર્યો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા લાગુ કરાયેલો ભાવ વધારો આવતીકાલથી લાગુ થશે.

ભાવ વધારાનું લિસ્ટ

ક્રમ દુધનો પ્રકાર પેકીંગની વિગત જુના ભાવ (રૂ.) નવો ભાવ (રૂ.)
1 અમુલ તાજા 500ML 23 24
2 અમુલ ગોલ્ડ 500ML 29 30
2 અમુલ શક્તિ 500ML 26 27

નોંધનીય છે કે, ઇનપુટ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતા GCMMF(ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડેરેશન)ના સભ્ય સંઘો દ્વારા પણ ખેડૂતોને ચૂકવવામાં આવતી કિંમતમાં પ્રતિ કિલો ફેટ રૂ.35થી રૂ.40નો વધારો કરવામાં આવ્યો છે.