Accident/ ઊના દિવ રોડ પર બાઇક સ્લીપ થતાં સર્જાયો અકસ્માત, એકનું ઘટના સ્થળે જ મોત

આ યુવાનને સારવાર મળે તે પહેલાજ તેમનું ધટના સ્થળે મોત નિપજ્યુ હતું. જોકે આ બાઇક ચાલકનું અકસ્માત થતાં રસ્તા પરથી પસાર થતાં લોકોના ટોળે ટોળા એકત્ર થયેલ અને ઇમરજન્સી 108ને જાણ કરતા તાત્કાલીક ધટના સ્થળે પહોચી ગયેલ પરંતુ સારવાર મળે તે પહેલાજ તેનું મોત નિપવેલ હતું.

Gujarat Others
a 45 ઊના દિવ રોડ પર બાઇક સ્લીપ થતાં સર્જાયો અકસ્માત, એકનું ઘટના સ્થળે જ મોત

@કાર્તિક વાજા, મંતવ્ય ન્યૂઝ – ઊના

ઊના દિવ રોડ પર આવેલ જશરાજ ટાઉનસીપ પાસે દિવ થી ઊના તરફ બાઇક પર આવતો યુવાનનું બાઇક સ્લીપ થતાં અકસ્માત સર્જાતા ગંભીર ઇજાથી તેમનું ધટના સ્થળે મોત નિપજ્યુ હતું. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ રાજેશભાઇ હસમુખભાઇ મારૂ ઉ.વ.50 સમી સાંજના સમયે બાઇક પર દિવ થી ઉના તરફ આવતા હતા, આ દરમિયાન  દેલવાડા નજીક જશરાજ ટાઉન સીપ પાસે અચાનક બાઇક સ્લીપ થઇ જતા યુવાન નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોચા લોહી લોહાણ હાલતમાં ઢળી પડેલ હતો.

આ યુવાનને સારવાર મળે તે પહેલાજ તેમનું ધટના સ્થળે મોત નિપજ્યુ હતું. જો કે, આ બાઇક ચાલકનું અકસ્માત થતાં રસ્તા પરથી પસાર થતાં લોકોના ટોળે ટોળા એકત્ર થઇ ગયા અને ઇમરજન્સી 108ને જાણ કરતા તાત્કાલીક ધટના સ્થળે પહોચી ગયેલ પરંતુ સારવાર મળે તે પહેલાજ તેનું મોત નીપજ્યું હતું.

આ બનાવની જાણ ત્યાથી પસાર થતા લોકોમાં એવું જાણવા મળેલ કે બાઇક સ્લીપ થઇ ગયેલ હોય બાઇકનુ સ્ટેરીંગનો કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાતા માથાના ભાગે ગંભીર ઇજા થવાથી મોત નિપજ્યુ. આ યુવાનના મૃતદેહને ઉના સરકારી હોસ્પીટલે પી એમ માટે ખસેડાયેલ હોવાનું જાણવા મળેલ છે. આ અંગે પોલીસે આગળની વધુ તપાસની તજવિજ હાથ ધરેલ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો