Political/ ગરીબ પરિવારમાંથી આવેલા કિર્તીસિંહ વાઘેલાને મંત્રીપદ મળતા સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ

ગુજરાત સરકારમાં મંત્રીઓનું આજે શપથ સમારોહ યોજાયો અને જેમાં બનાસકાંઠાનાં કાંકરેજ વિધાનસભાને ભાજપે પ્રથમ વખત મંત્રી પદ આપ્યું છે.

Gujarat Others
101 ગરીબ પરિવારમાંથી આવેલા કિર્તીસિંહ વાઘેલાને મંત્રીપદ મળતા સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ

બનાસકાંઠાનાં કાંકરેજનાં ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાને મંત્રીપદ મળતા સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવેલા કિર્તીસિંહને મંત્રીપદ મળતા સમગ્ર જિલ્લામાં ખુશી જોવા મળી રહી છે.

આ પણ વાંચો – Political / ધરખમ ફેરફાર, મંત્રીમંડળમાં 24 નવા ચહેરાઓએ લીધા શપથ

ગુજરાત સરકારમાં મંત્રીઓનું આજે શપથ સમારોહ યોજાયો અને જેમાં બનાસકાંઠાનાં કાંકરેજ વિધાનસભાને ભાજપે પ્રથમ વખત મંત્રી પદ આપ્યું છે. કાંકરેજનાં ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા કે જેઓ સૌથી ગરીબ ધારાસભ્ય કહી શકાય. તેઓ ગરીબ પરિવારમાંથી આવેલા અને તેલનાં દીવે બેસી અભ્યાસ કરી ભાજપમાં રાજનીતિની શરૂઆત કરેલી અને કિસાન મોરચામાં સામાન્ય જવાબદારી નિભાવતા હતા તે દરમિયાન વિધાનસભાની ટિકિટમાં કાકરેજ બેઠક ઉપરથી વિજેતા થયા હતા. જોકે હાલ મંત્રીમંડળમાં સમાવેશ થતા સમગ્ર જિલ્લા સહિત તેમના પરિવારમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે. તેમની માતાનાં ચહેરા પર પોતાના શ્રવણ જેવા દીકરાને મંત્રીપદ મળતા અપાર ખુશી જોવા મળી રહી છે. તેમની દિકરીએ પણ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, તેલનાં દીવે મારા પિતાએ અભ્યાસ કરી અને રાજનીતિમાં પ્રવેશ કર્યો હવે મંત્રી બન્યા છે ત્યારે ધારાસભ્ય તરીકે જે સેવા કરી છે તેનાથી પણ વધુ મંત્રી બનીને સેવા કરશે તેઓ મને વિશ્વાસ છે.

આ પણ વાંચો – Political / ભૂપેન્દ્ર પટેલની ટીમમાં ઝોન અને જ્ઞાતિનું જોવા મળશે સંતુલન

બનાસકાંઠાનાં નિર્વિવાદિત ધારાસભ્ય અને ગરીબ પરિવારમાં જન્મેલા અને પોતાના ગામમાં જ રહી અને ધારાસભ્ય પદ નિભાવી રહેલા કીર્તિસિંહને જ્યારે મંત્રી પદ મળ્યું છે, ત્યારે તેમના પરિવારમાં અને સમગ્ર જિલ્લામાં અનેરી ખુશી જોવા મળી રહી છે. ભાજપ કોઈ લોબીગ કે પૈસાથી મંત્રી પદ નહિ પરંતુ ઈમાનદારી નિભાવતા ધારાસભ્યને મંત્રી પદ આપે છે તે એક દાખલો કીર્તિસિંહને મંત્રીપદ મળતા બેસવા પામ્યો છે.