Gujarat election 2022/ હકુભા જાડેજાની નારાજગી દૂર કરવાનો પ્રયાસ, જામનગરની ત્રણ બેઠકોના ઇન્ચાર્જ બનાવાયા

જામનગર વિધાનસભાની બેઠક પર ગત વખતે 45 હજાર જેટલા જંગી મતોથી જીતેલા ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાની ભાજપે આ વખતે બાદબાકી કરી છે

Top Stories Gujarat
8 1 5 હકુભા જાડેજાની નારાજગી દૂર કરવાનો પ્રયાસ, જામનગરની ત્રણ બેઠકોના ઇન્ચાર્જ બનાવાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ રહ્યા છે, ત્યારે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે, અને જે ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં નથી આવી તેમનો વિરોધ જોવા મળી રહ્યો છે, આ મામલે હાલ ભાજપ ડેમેજ કંટ્રોલમાં કામે લાગી છે

જામનગર વિધાનસભાની બેઠક પર ગત વખતે 45 હજાર જેટલા જંગી મતોથી જીતેલા ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાની ભાજપે આ વખતે બાદબાકી કરી છે. 2012 અને 2017 એમ બે ટર્મથી ધારાસભ્ય હકુભા રાજકારણના માહિર ખેલાડી મનાય છે.ભાજપમાં એમની ટિકીટ કપાઇ છે તો હકુભા જાડેજા શું કરશે ? તેનો જવાબ જાણવા લગભગ જિલ્લા આખાના લોકોમાં ઉત્કંઠા જાગી છે. ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભા અપક્ષમાંથી ફોર્મ ભરશે તેવી અટકળો સામે આવી રહી છે. સોશિયલ મીડિયામાં હકુભાએ ભાજપના ખેસ સાથેનો ફોટો મૂક્યો હતો જે ગઇકાલે દૂર કર્યો હતો. હકુભાની નારાજગી ઠારવા માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા વિધાનસભાની ત્રણ બેઠકના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે.

7 3 હકુભા જાડેજાની નારાજગી દૂર કરવાનો પ્રયાસ, જામનગરની ત્રણ બેઠકોના ઇન્ચાર્જ બનાવાયા