IPL 2021/ રાજસ્થાને મેળવી આસાન જીત, KKR પોઇન્ટ ટેબલમાં પહોંચ્યુ તળિયે

આઈપીએલ 2021 ની શનિવારની મેચમાં રાજસ્થાન રોયલ્સે કોલકાતા નાઈટ રાઇડર્સને 6 વિકેટથી હરાવ્યું છે. આ સાથે રાજસ્થને તેની હારની સાંકળ તોડી નાખી અને હવે આ ટીમ પોઇન્ટ ટેબલની સૌથી નીચી ટીમ રહી નથી.

Top Stories Sports
cartoon 6 રાજસ્થાને મેળવી આસાન જીત, KKR પોઇન્ટ ટેબલમાં પહોંચ્યુ તળિયે

આઈપીએલ 2021 ની શનિવારની મેચમાં રાજસ્થાન રોયલ્સે કોલકાતા નાઈટ રાઇડર્સને 6 વિકેટથી હરાવ્યું છે. આ સાથે રાજસ્થને તેની હારની સાંકળ તોડી નાખી અને હવે આ ટીમ પોઇન્ટ ટેબલની સૌથી નીચી ટીમ રહી નથી. ટીમનાં બે જીત સાથે ચાર પોઇન્ટ થઇ ગયા છે.

આ પહેલા કેકેઆરએ 20 ઓવરમાં આઠ વિકેટે 133 રન બનાવ્યા હતા, પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સની ટીમે 18.5 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આ હાર સાથે કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમ હવે પોઇન્ટ ટેબલનાં તળિયે એટલે કે આઠમાં સ્થાને પહોંચી ગઈ છે. નાના સ્કોરનો પીછો કરવા ઉતરેલી રાજ્સ્થાનની ટીમનાં કેપ્ટન સંજુ સેમસને સમજદારીથી બેટિંગ કરી અને ટીમને જીતનાં દરવાજા સુધી પહોંચાડી દીધી હતી. આ અગાઉ કેકેઆરની જેમ રાજસ્થાન રોયલ્સની શરૂઆત પણ ધીમી રહી હતી. જોસ બટલર અને યશસ્વી જયસ્વાલ સંભાળીને રમતા જોવા મળ્યા. દરમિયાન ઝડપી સ્કોર કરવાના પ્રયાસમાં જોસ બટલર પહેલા આઉટ થયો હતો, જેણે સાત બોલમાં માત્ર પાંચ રન બનાવ્યા હતા. આ પછી સંઘર્ષ કરી રહેલા યશસ્વી જયસ્વાલ પણ આઉટ થઇ ગયો હતો. યશસ્વીએ 17 બોલમાં 22 રનની નાની ઇનિંગ્સ રમી હતી.

રાજસ્થાન રોયલ્સનો સ્કોર 6 ઓવર પછી 50 રન હતો અને ટીમે તેની બે વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી, કેપ્ટન સંજુ સેમસન અને શિવમ દુબેએ ઇનિંગ્સ સંભાળી હતી. જોકે શિવમ દુબે આઉટ થઈ ગયો હતો, આ પછી આવેલા રાહુલ તેવતિયા પણ ઝડપી રમવાના પ્રયાસમાં આઉટ થયો હતો. આ પછી, ડેવિડ મિલરે કેપ્ટન સંજુ સેમસનનો સાથ આપ્યો હતો. મેચ વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઇ હતી, જ્યાં ઘણા રન થાય છે, પરંતુ આઈપીએલનાં સૌથી મોંઘા ખેલાડી ક્રિસ મોરિસની શાનદાર બોલિંગનાં કારણે કેકેઆર મોટો સ્કોર બનાવી શકી નહીં અને રાજસ્થાન મેચ જીતી ગયું. ક્રિસ મોરીસે જીતમાં સારૂ યોગદાન આપ્યું.

જણાવી દઇએ કે, સ્ટાર ઓલરાઉન્ડર ક્રિસ મોરિસે ચાર ખેલાડીઓને માત્ર 24 રન આપીને પેવેલિયન મોકલ્યા હતા. ક્રિસ મોરિસ અને બાકીનાં બોલરોનાં સારા પ્રદર્શનનાં કારણે રાજસ્થાન રોયલ્સની ટીમે કોલકાતા નાઈટ રાઇડર્સને 133 રનમાં રોકી દીધી હતી. ટોસ હાર્યા બાદ બેટિંગ કરતા કોલકાતાની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટે 133 રન બનાવી શકી હતી. કોલકાતા તરફથી રાહુલ ત્રિપાઠીએ સૌથી વધુ 34 રન બનાવ્યા જ્યારે દિનેશ કાર્તિકનાં બેટથી 25 રન જ નિકળી શક્યા હતા. આ સિવાય નીતીશ રાણાએ 22 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સ માટે મોરિસ ઉપરાંત, જયદેવ ઉનડકટ, ચેતન સાકરીયા અને મુસ્તફિઝુર રહેમાનને એક-એક સફળતા મળી હતી.

Untitled 42 રાજસ્થાને મેળવી આસાન જીત, KKR પોઇન્ટ ટેબલમાં પહોંચ્યુ તળિયે