Uttar Pradesh/ આઠ વર્ષીય એક બાળકીને ઘર આંગણેથી ઉઠાવી ગયો દીપડો, ખેતરમાં મળ્યો મૃતદેહ

ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં એક હૃદય કંપાવી દે એવી ઘટના ઘટી છે. કતર્નિયાઘાટ વન્યજીવ અભ્યારણ નજીકના એક ગામમાં ઘર આંગણે રમી રહેલી નાની બાળકીને દીપડો ઉઠાવી ગયો હતો.

Trending India
Cricket Tutorials YouTube Thumbnail 13 આઠ વર્ષીય એક બાળકીને ઘર આંગણેથી ઉઠાવી ગયો દીપડો, ખેતરમાં મળ્યો મૃતદેહ

ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં એક હૃદય કંપાવી દે એવી ઘટના ઘટી છે. કતર્નિયાઘાટ વન્યજીવ અભ્યારણ નજીકના એક ગામમાં ઘર આંગણે રમી રહેલી નાની બાળકીને દીપડો ઉઠાવી ગયો હતો. બુધવારે સવારે આ બાળકીનો મૃતદેહ થોડે દુર એક ખેતરમાં મળી આવ્યો છે. ગામ લોકોએ જણાવ્યુ હતુ કે ધર્માપુર ગામમાં મંગળવારે સાંજે ત્રણ વાગે ત્રણ બાળકીઓ તેના ઘર આંગણે રમી રહી હતી. રમતા રમતા બે બાળકીઓ ઘરમાં જતી રહી અને આઠ વર્ષીય શ્યામા તેના ઘરના આંગણામાં રમી રહી હતી.

આ બાળકી તેના ઘરના આંગણામાં ન દેખાતા તેના પરિવારજનો તેની શોધ ખોળ શરૂ કરી હતી. ઘણી શોધ ખોળ કરતા પણ બાળકી ન મળતા તેના પરિવારજનોએ વન વિભાગને જાણ કરી હતી. ત્યાર બાદ ગામના લોકો, વન વિભાગની ટીમ અને તેના પરિવારજનોને લોહીના નિશાન અને દીપડાના પંજાના નિશાન જોયા.

આ દીપડાના પંજાના દીપડો અને લોહીના દીપડોથી તેની શોધ ખોળ કરવામાં આવી. અંતે થોડે દુર એક ખેતરમાં આ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.
ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર (DFO) એ જણાવ્યુ કે મંગળવારે સાંજે દીપડો આ બાળકીને લઇ ગયો હતો. બુધવારે સવારે તેનો મૃતદેહ એક ખેતરમાંથી મળી આવ્યો હતો. તેમણે વધુ જણાવતા કહ્યુ કે આ બાળકીના મૃ઼તદેહને પોસ્ટમાર્ટમ માટે લઇ ગયા છે. અને પિડિત પરિવારને આર્થીક સહાય રૂપે 10 રૂપિયા આપવામાં આવ્યા છે.

ફોરેસ્ટ રેન્જ ઓફીસર મુબીન આરિફે જણાવ્યુ હતુ કે પોસ્ટમાર્ટમ રિપોર્ટ આવવા પર અને તમામ પ્રક્રીયા પુર્ણ થયા બાદ પિડિત પરિવારને સરકાર દ્વારા 5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. તેમણે જાણાવ્યુ હતુ કે જંગલને અડીને આવેલા ગામડાઓમાં લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે અને વન વિભાગે સાવચેતીના ભાગ રુપે આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધાર્યું છે. આપને જણાવી દઈએ કે જંગલને અડીને આવેલા ગામડાઓમાં હંમેશા દીપડાનો ભય રહે છે. આ પહેલા પણ આવા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરીની લોકસભા બેઠકની ચૂંટણીની તારીખોમાં કરાયો ફેરફાર

આ પણ વાંચો:હેમંત સોરેનની જમાનત અરજી પર આજે PMLA કોર્ટમાં થશે સુનાવણી, જમીન કૌભાંડ કેસ સંબંધિત વિવાદ

આ પણ વાંચો:બંનેમા વાસના હતી, પરંતુ માત્ર છોકરો બલિનો બકરો બન્યો,POCSO કેસમાં હાઈકોર્ટે આ શું કહ્યું ?

આ પણ વાંચો:ચૂંટણી પંચે બે તબક્કાના મતદાનના સચોટ આંકડા જાહેર કર્યા, મતદાનની ટકાવારી વધી