@જય પટેલ, મંતવ્ય ન્યૂઝ
દેશનું ઐતિહાસિક યુદ્ધ જહાજ, ‘ગ્રેટ ઓલ્ડ લેડી’ નાં નામથી ઓળખાતું અને સમુદ્ર પર રાજ કરી ચૂકેલું વિરાટ ને વિસર્જન કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેને બનાવવામાં આવે છે તેનો અંત પણ નિશ્ચિત જ હોય છે. સૃષ્ટિનાં આ ક્રમને અનુલક્ષીને આઈ.એન.એસ. વિક્રાંત હવે પોતાનો દેહ વિલય કરવાની અંતિમ ક્ષણો પર છે. જો કે અલંગ શીપ યાર્ડ માટે આ ઐતિહાસિક પ્રસંગ છે કારણ કે અલંગ ખાતે પહેલી વખત કોઈ ઐતિહાસિક યુધ્ધ જહાજને ડીસમેન્ટલ કરવામાં આવશે.
આઈએનએસ વિરાટ મૂળરૂપે બ્રિટીશ જહાજ છે અને 1959 માં રોયલ નેવીમાં તેને કાર્યરત કરાયું હતું. ભારતે 1986માં તેને ખરીદ્યુ હતું અને ભારતીય નૌકાદળમાં 30 વર્ષ ગાળ્યા બાદ માર્ચ 2017 માં આઈએનએસ વિરાટ સેના નિવૃત થયું હતું. આમ આ જહાજે 55 વર્ષ સુધી અવિરત સેવા પૂરી પાડી છે. ભારત સરકારે ભારતીય નૌકાદળને મજબૂત કરવા માટે 80 નાં દાયકામાં યુધ્ધ જહાજો ખરીદવા ઈંગ્લેન્ડનો સંપર્ક કર્યો હતો કારણ કે એ સમયે ભારતનાં ઘરઆંગણે કોઈ યુધ્ધ જહાજો બનતા ન હોતા, પરંતુ દેશની સુરક્ષા માટે ભારતીય નેવીમાં એક એર ક્રાફ્ટનું તાતી જરૂર ઊભી થઈ હતી. જેથી ઈંગ્લેન્ડનાં એચ એમ એસ હર્મીસમાં થોડા ફેરફારો કરાય તો એ લાંબી સેવાઓ માટે સક્ષમ બની શકે એમ હોય એ વાતને ધ્યાનમાં રાખી એ જહાજ ભારતીય નૌસેના માટે 6.50 કરોડ ડોલરમાં ખરીદવામાં આવ્યું અને 12 મે 1987 માં ભારતીય સેનામાં આ જહાજને આઈ એન એસ વિરાટ નામ આપી જોડવામાં આવ્યું.
જહાજ ખરીદીને સંગ્રહાલયમાં ફેરવવા માટે મુંબઈ સ્થિત કંપની એન્વીટેક મરિન તૈયાર થઈ હતી. અલંગ શિપબ્રેકિંગ યાર્ડનાં પ્લોટ નં.૯ માં ૨૮ મી સપ્ટેમ્બરનાં રોજ બીચ થયેલા વિરાટને મ્યૂઝિયમમાં તબદીલ કરવા માટે મુંબઇની એન્વીટેક મરિન કન્સલટન્ટ પ્રા.લિ. દ્વારા મુંબઇ હાઇકોર્ટમાં રીટ પિટીશન દાખલ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા પીટીશનનો નીકાલ કરતા જણાવ્યુ હતુ કે, અરજદાર અને અંતિમ ખરીદનાર રાજી હોય તો અમને કોઇ વાંધો નથી, જરૂરી સરકારી પરવાનગીઓ લઇ જહાજનો નિર્ણય લઇ શકાય. પરંતુ થેંક્યું વિરાટનાં કાર્યક્રમમાં આવેલા કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ મંડવીયાએ જાહેરમાં કહ્યું હતું કે, આ જહાજ ૭૦ વર્ષ જૂનું હોય એક્સપર્ટનાં અભિપ્રાય મુજબ તેને મ્યુઝિયમમાં ફેરવી શકાય નહીં અને જો ફેરવાય તો મોટો અકસ્માત થવાની સંભાવના છે. જ્જેથી હવે આ ઐતિહાસિક જહાજ નું વિસર્જન નક્કી છે અને મહત્વની વાત એ છે કે વિરાટ 5 થી 7 ટકા જેટલું તોડી પણ પડાયું છે પરંતુ 24000 ટન ડિસમેંટલ થતાં એક વર્ષમાં આ જહાજ વિદાય લઈ લેશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
