Flight Ban/ સાઉદી સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવ્યો

સાઉદી અરેબિયાએ દેશમાં બહારથી પ્રવેશને રોકવા માટે ગયા મહિને લાદવામાં આવેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવ્યો છે…

World

સાઉદી અરેબિયાએ દેશમાં બહારથી પ્રવેશને રોકવા માટે ગયા મહિને લાદવામાં આવેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવ્યો છે. કોવિડ-19 નાં નવા પ્રકારોને દેશમાં પહોંચતા અટકાવવા સાઉદી અરેબીયાએ આ પ્રતિબંધ લાદ્યો હતો. સાઉદી સરકારે હવે આ મુસાફરી પ્રતિબંધ હટાવી દીધો છે.

Coronavirus: KSA lifts travel ban on flights from Pakistan - Daily Times

ગયા મહિને ઘણા દેશોમાં કોરોના વાયરસનાં મ્યૂટેટેડ વેરિઅન્ટ પ્રાપ્ત થયા બાદ સાઉદી અરેબિયાએ 21 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર અસ્થાયી પ્રતિબંધ લાદ્યો હતો. સાથો-સાથ, દરિયાઇ અને જમીનની રહદો પર હિલચાલ પણ બંધ કરાઈ હતી. ગયા સોમવારે, આ મુદ્દત એક અઠવાડિયા માટે વધારી દેવામાં આવી હતી. સાઉદી અરેબિયાએ રવિવારે સવારે 11 વાગ્યાથી આ પ્રતિબંધ હટાવી લીધો છે. આ પછી હવે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ આવી શકે છે. આ સમયગાળા દરમિયાન, બ્રિટન, દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં રહેતા બિન-સાઉદી લોકો અને એવા દેશોમાં જ્યાં વાયરસનાં નવા પ્રકારો મળી આવ્યા છે, તેમને ઓછામાં ઓછા 14 દિવસ બીજા દેશમાં વિતાવવા પડશે. આ સાથે સાઉદીમાં પ્રવેશતા તમામ લોકોએ તેમની આરટીસી પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે અને નેગેટિવ રિપોર્ટ દર્શાવ્યા પછી જ પ્રવેશ મળશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો