World News/ ભારતની પૂર્વીય સરહદ પર ચીનની નવી ચાલ: મ્યાનમાર-બાંગ્લાદેશ કોરિડોરથી બંગાળની ખાડીમાં વધારશે દબદબો.

ચીન મ્યાનમાર અને બાંગ્લાદેશને જોડતા નવા ઇકોનોમિક કોરિડોર દ્વારા બંગાળની ખાડીમાં પોતાનો પ્રભાવ વધારવા પ્રયત્ન કરી રહ્યું છે. ભારતે તેના જવાબમાં ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ અને પૂર્વીય સમુદ્રી સુરક્ષા માળખાને વધુ મજબૂત બનાવવાની દિશામાં પગલા માડ્યાં.

World Breaking News
China

World news: પાકિસ્તાનમાં ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) બાદ હવે ચીન ભારતની પૂર્વીય સરહદ તરફ પણ પોતાની વ્યૂહાત્મક હાજરી મજબૂત કરી રહ્યું છે. ચીન હવે મ્યાનમાર અને બાંગ્લાદેશને જોડતા નવા આર્થિક કોરિડોર પર ઝડપથી કામ કરી રહ્યું છે. બંગાળની ખાડીમાં વધતી ચીનની સક્રિયતાને ધ્યાનમાં રાખીને ભારત પણ ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ અને પૂર્વીય સમુદ્રી સુરક્ષા માળખાને વધુ મજબૂત બનાવવામાં લાગ્યું છે.

ચીન (China)નો નવો ઇકોનોમિક કોરિડોર, ભારત માટે વધતી ચિંતા

ચીન હવે ચીન-મ્યાનમાર-બાંગ્લાદેશ ઇકોનોમિક કોરિડોર (Bangladesh Corridor)ને ઝડપથી આગળ ધપાવી રહ્યું છે. આ કોરિડોર બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI)નો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ બંગાળની ખાડી સુધી ચીનની સીધી પહોંચ વધારવાનો અને વેપાર તેમજ લોજિસ્ટિક્સ નેટવર્કને વધુ મજબૂત બનાવવાનો છે. ચીન પહેલેથી જ પાકિસ્તાનમાં CPEC દ્વારા પોતાની હાજરી મજબૂત કરી ચૂક્યું છે. હવે મ્યાનમાર અને બાંગ્લાદેશમાં નવા કોરિડોરના વિકાસથી ભારતના પૂર્વીય સમુદ્રી વિસ્તારમાં વ્યૂહાત્મક સ્પર્ધા વધુ તેજ બનવાની શક્યતા છે.

ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર ભારતનું ખાસ ધ્યાન

ચીનની વધતી સમુદ્રી સક્રિયતાને ધ્યાનમાં રાખીને ભારત ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને ઝડપથી આગળ વધારી રહ્યું છે. આ પ્રોજેક્ટનો હેતુ ગ્રેટ નિકોબારને લોજિસ્ટિક્સ, સર્વેલન્સ અને સમુદ્રી ઓપરેશન માટેના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસાવવાનો છે. ભારતે ઇન્ડોનેશિયા સાથે સબાંગ બંદરના વિકાસ માટે પણ સહયોગ કર્યો છે. આ બંને પહેલ ભારતને પૂર્વીય હિંદ મહાસાગર અને મલક્કા જળમાર્ગ પર નજર રાખવાની વધુ ક્ષમતા આપશે.

મ્યાનમાર અને બાંગ્લાદેશમાં ચીનનું વધતું રોકાણ

ચીન મ્યાનમારના ક્યાઉકફ્યૂ (Kyaukphyu) બંદર ઉપરાંત બાંગ્લાદેશના ચટ્ટોગ્રામ અને મોંગલા બંદરો સાથે જોડાયેલા લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. નિષ્ણાતોના મતે, આ પગલાં માત્ર વેપાર પૂરતા મર્યાદિત નથી પરંતુ ભવિષ્યમાં સમુદ્રી પ્રભાવ, સપ્લાય ચેઇન, ડિજિટલ કનેક્ટિવિટી અને વ્યૂહાત્મક હાજરી મજબૂત કરવાનો પણ પ્રયાસ છે. ભારત માટે આ સમગ્ર વિકાસ પૂર્વીય સમુદ્રી સુરક્ષા અને બંગાળની ખાડીમાં પ્રભાવ જાળવવાના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.


આ પણ વાંચો:ડોલરનું વર્ચસ્વ ખતમ કરવા ચીનનો નવો દાવ: આફ્રિકન દેશો પાસે યુઆનમાં લોન પરત માંગતા વૈશ્વિક બજારમાં ખળભળાટ

આ પણ વાંચો:દક્ષિણ ચીનમાં ‘મેસાક’ નો મહાવિનાશ, ડેમ તૂટતા 26 ના મોત, મૃત્યુઆંક 39

આ પણ વાંચો:બાંગ્લાદેશનો ભારત સાથે વિશ્વાસઘાત; મોંગલા પોર્ટ ચીનને સોંપતા સુરક્ષા સામે મોટો ખતરો