Not Set/ અરવલ્લી/ અનોખા લગ્ન, સામાન્ય રીતે વરરાજા જાન લઈને પરણવા જાય છે, પરંતુ અહીતો દુલ્હન જ …

અરવલ્લીમાં જોવા મળ્યું સ્ત્રીસશક્તીકરણનું અનોખું ઉદાહરણ, અરવલ્લીમાં મધ્યપ્રદેશની દુલ્હન જાનૈયાઓ સાથે લગ્નમંડપમાં પહોંચી,  અને વરરાજા સાથે લગ્નના સાત ફેરા ફર્યા હતા. રાજ્યભરમાં લગ્નસરાની મોસમ ખીલી છે ત્યારે વરરાજા જાનૈયાઓ સાથે દુલ્હનને પરણવા થનગની રહ્યા છે.  ત્યારે અરવલ્લીમાં સામે આવી છે અનોખી જાન. મધ્યપદેશના ધૂધલુંની યુવતી સપના પાટીદાર દુલ્હનનાં  શણગાર સજીને જાનૈયાઓ સાથે મોડાસા આવી પહોંચી […]

Gujarat Others
dalsukh prajapati અરવલ્લી/ અનોખા લગ્ન, સામાન્ય રીતે વરરાજા જાન લઈને પરણવા જાય છે, પરંતુ અહીતો દુલ્હન જ ...

અરવલ્લીમાં જોવા મળ્યું સ્ત્રીસશક્તીકરણનું અનોખું ઉદાહરણ, અરવલ્લીમાં મધ્યપ્રદેશની દુલ્હન જાનૈયાઓ સાથે લગ્નમંડપમાં પહોંચી,  અને વરરાજા સાથે લગ્નના સાત ફેરા ફર્યા હતા.

રાજ્યભરમાં લગ્નસરાની મોસમ ખીલી છે ત્યારે વરરાજા જાનૈયાઓ સાથે દુલ્હનને પરણવા થનગની રહ્યા છે.  ત્યારે અરવલ્લીમાં સામે આવી છે અનોખી જાન. મધ્યપદેશના ધૂધલુંની યુવતી સપના પાટીદાર દુલ્હનનાં  શણગાર સજીને જાનૈયાઓ સાથે મોડાસા આવી પહોંચી હતી. સામાન્ય રીતે વરરાજા જાન લઈને પરણવા આવતા હોય છે ત્યારે મધ્યપ્રદેશની દુલ્હન જાન લઈને અરવલ્લી આવી હતી.

મોડાસાના રામેશ્વરકંપા ગામના અંકિત પટેલના લગ્ન મધ્યપ્રદેશની સપના પાટીદાર સાથે નક્કી થયા હતા ત્યારે આજરોજ ડીજેના તાલે દુલ્હન જાન લઈને લગ્ન મંડપમાં પહોંચી હતી. લગ્નમંડપમાં દુલ્હન પગ જમીન પર ન પડે તેવું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને યુવક અંકિત પટેલ સાથે સાત ફેરા ફરી નવદંપતીએ લગ્નજીવનની શરૂઆત કરી હતી.

Untitled 193 અરવલ્લી/ અનોખા લગ્ન, સામાન્ય રીતે વરરાજા જાન લઈને પરણવા જાય છે, પરંતુ અહીતો દુલ્હન જ ...

દુલ્હન સપના જણાવે છે કે તેનું જાન  લઈને આવવાનું સ્વપ્ન પૂરું થયું છે તો વરરાજા પણ માને છે કે મારી અહીં વિદાય થતી હોય તેવો ભાવ દેખાય છે. ડિજિટલ ક્ષેત્રે હરણફાળ ભરતા ભારતમાં સ્ત્રીઓને સમાન દરજ્જાનું ઉમદા ઉદાહરણ સપના પાટીદારે પૂરું પાડ્યું છે. જેને સમાજના તમામ લોકોએ સહયોગ આપ્યો છે. સ્ત્રીઓ માટે સમાન હક્ક ઉભો કરવો આસાન નથી ત્યારે કચ્છી પાટીદાર સમાજે એકતા બતાવી દુલ્હનની જાનનું દિલથી સ્વાગત કર્યું હતું

વડાપ્રધાનના સ્ત્રી સશ્કતિકરણના વિચારને આગળ વધારવાના વિચારને સાંજના આગેવાનોએ સ્વીકાર કરી સ્ત્રી-પુરુષ સમાન હોવાના પુરાવા સાથે દુલ્હનની જાન અહીં આવી હતી. વર અને કન્યા પક્ષના પરિવારજનો માને છે જાન લઈને લગ્નના માંડવે પહોંચેલી નવવધૂ દીકરીની જેમ ઘરે રહે ત્યારે જ તે સાચા અર્થમાં સાસરીમાં ખુશ રહી શકે છે. રામેશ્વરકંપા ગામમાં હજારો જાનૈયાઓ લગ્નગીતની સોડમ વચ્ચે સપ્તપદીના સાત ફેરા નવ દંપતી ફરતા તેમનું સ્વાગત થયું હતું.

માત્ર ગુજરાત નહિ દેશમાં મહિલાઓને સમાન તક સાથે દરજ્જો મળવો જોઈએ અને સુરક્ષા અંગે એકસૂર થવું જોઈએએ તેવા નીર્ધાર સાથે વર અને કન્યા પક્ષ દ્વારા લગ્ન વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

લગ્નસરાની મોસમમાં કરોડોના ખર્ચ વચ્ચે લાગણીઓ દબાઈ જાય છે.મોજ શોખ સાથે લગ્નવિધિ પૂર્ણ થતી હોય છે ત્યારે અરવલ્લીમાં સ્ત્રી સમ્માનની લાગણીને સ્વીકારી ગુજરાતીઓએ પોતાનું હ્ર્દય મોટું હોવાનો પુરાવો આપ્યો હતો.

સંકેત પટેલ 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.