Not Set/ ઉત્તરપ્રદેશ સરકારનો મહત્વનો નિર્ણય તમાકુની પ્રોડકટ વેચનાર વેપારીઓએ લાઇસન્સ લેવુ ફરજિયાત

ઉત્તરપ્રદેશ સરકારનો મહત્વનો નિર્ણય

India
up ઉત્તરપ્રદેશ સરકારનો મહત્વનો નિર્ણય તમાકુની પ્રોડકટ વેચનાર વેપારીઓએ લાઇસન્સ લેવુ ફરજિયાત

ઉત્તરપ્રદેશમાં હવે  એવા વેપારીઓ જ  તમાકુ, સિગારેટ વેચી શકશે કે જેમની પાસે મ્યુનિસિપલ લાઇસન્સ હશે.રાજ્યમાં તમાકુનો વેચાણ માટે તમાકુ વેપારીઓએ લાઇસન્સ લેવુ ફરજિયાત કરી દીધું છે. તમાકુની વધતી સમસ્યા અને લોકોના સ્વાસ્થને આનાથી અસર પડે છે તેના લીધે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ નિર્ણયથી તમાકુ,અને સિગારેટના ઉપયોગ ઓછો થશે.

સિગારેટ,બીડી,તમાકુ વેચનાર વેપારીઓ માટે લાઇસન્સ અનિવાર્ય કરી દીધું છે. આ નીતિ નિયમોનું પાલન કરવો પડશે,આ આદેશથી લોકોને તમાકુથી થતાં નુકશાનથી બચાવશે.આ અંગે રાજ્ય સરકારના આરોગ્ય અને કુટુબ પરિવાર વિભાગે તમામને એક એડવાઇઝરી લેટર મોકલી તમાકુ વેચનાર વેપારીઓએ લાઇસન્સ નગર નિગમથી લેવું પડશે.

નવી વ્યવસ્થામાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે તમાકુ વેચનાર વેપારીઓ તમાકુ વગરની વસ્તુઓ જેવી કે બિસ્કીટ,ચોકલેટ,વેફર,ઇત્યાદિ વેચી શકશે નહી. આ તમાકુની દુકાન પર માત્ર તમાકુ ખરીદનાર લોકો જ આવશે. ઘણીવાર બાળકો ચોકલેટ,વેફર,લેવા માટે દુકાન પર જતાં હોય છે,એવામાં બાળકોનું ધ્યાન તમાકુના ઉત્પાદનો સામે જતું રહેવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશ સરકારે તમાકુ માટે આવકારદાયક અને મહત્વનો નિર્ણય લીધો છે. હવે તમામ તમાકુના વેપારીઓએ લાઇસન્સ લેવાે અનિવાર્ય છે.