Mahesana News/ મહેસાણામાં વૃદ્ધનું અમેરિકા જવાનું સપનું રોળાયું, એજન્ટોએ 25 લાખ પડાવ્યાં

મહેસાણા શહેર બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે.

Gujarat Top Stories Others Breaking News

Mahesana News: મહેસાણા (Mahesana)માં અમેરિકા (USA) જવાની લાલચ આપી બે કબૂતરબાજોએ વૃદ્ધને છેતરી (Fraud) રૂપિયા 25.50 લાખ સેરવી લેતાં મહેસાણા શહેર બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર (FIR) નોંધાવવામાં આવી છે.

મહેસાણા (Mahesana) જીલ્લામાં અમેરિકા જવાની લાલચમાં વૃદ્ધ છેતરપિંડી (Fraud) નો ભોગ બન્યા છે. મહેસાણા શહેરની કૃણાલ રેસિડેન્સીમાં રહેતા વૃદ્ધને બે કબૂતરબાજ એજન્ટોએ અમેરિકા મોકલવાની લાલચ આપી રૂપિયા 25.50 લાખ પડાવ્યા હતા. સમય જતાં બે એજન્ટો રાકેશ પટેલ અને હર્ષદ ઓઝાએ પૈસા લઈ વૃદ્ધને અમેરિકા પણ ન મોકલ્યા અને રૂપિયા પણ પરત ન આપ્યા. વૃદ્ધને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં અમદાવાદ (Ahmedabad)ના બે કબૂતરબાજ એજન્ટો સામે FIR નોંધાવી છે. મહેસાણા શહેર બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે.

મહેસાણા (Mahesana)માં કબૂતરબાજીમાં ઠગાઈનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. કબૂતરબાજીમાં વિદેશ જવા વાંછુકને રીતસરનો 62 લાખ રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો હતો. આ વખતે ચૂનો લગાવવા માટે નવી જ વ્યૂહરચના મુજબ આંગડિયા પેઢીમાં 62 લાખ રૂપિયા મૂકવામાં આવ્યા હતા. આ કિસ્સામાં પોલીસ કર્મચારીની પત્ની સાથે જ છેતરપિંડી આચરવામાં આવી હતી. પછી આંગડિયા પેઢી જ બંધ કરી દેવામાં આવી હતી.

ગાંધીનગરની અડાલજ પોલીસ (Adalaj Policeline) લાઇન ખાતે રહેતા પોલીસ કર્મચારીની પત્ની ડીમ્પલબા ધવલસિંહ ગોળ (રાજપૂત) વિઝાની સર્વિસ આપતી પેઢી સાંઇ ઓવરસીઝના સંપર્કમાં આવી હતી. આ ફર્મ આંગડિયા પેઢીની સાથે વિદેશ જવાના કન્સલ્ટન્ટ તરીકે પણ સેવા આપતી હતી. તેઓએ ડિમ્પલબાને ટિકિટની ખાતરી આપતા ઓસ્ટ્રેલિયાના વિઝાની ખાતરી આપી હતી અને તેની ટિકિટ પેટે પોણા બે લાખની રકમ માંગી હતી.આ રૂપિયા સની ઉર્ફે શૈલેષ પટેલને તેમણે આપ્યા હતા. તેમણે ટિકિટ તો ન આપી પણ પેનલ્ટીના બ્હાને બીજા રૂપિયા માંગ્યા. તેના પગલે ડિમ્પલબાએ સની સાથેનો સંપર્ક બંધ કર્યો હતો.

31 જાન્યુઆરીએ ટિકિટ કરી આપવાનું કહીને જયેશે બીજા પાંચ લાખ રૂપિયા મંગાવ્યા હતા. તેના પગલે શંકા જતાં મહિલાએ આંગડિયા પેઢી પર વોચ રખાવી હતી. થોડા જ દિવસોમાં પેઢી બંધ જોવા મળી હતી. જયેશ રાજપૂત પાસે અનેક વખત રૂપિયાની માંગણી કરી હોવા છતાં તેણે રૂપિયા પરત ન આપતા મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ કર્મચારીની જ પત્ની સાથે આ રીતે છેતરપિંડી થતાં પોલીસ પણ ચોંકી ઉઠી છે અને તેણે તાકીદે તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહેસાણામાં કેનેડા જવા ઈચ્છુક દંપતી સાથે બે એજન્ટોએ કરી લાખોની છેતરપિંડી

આ પણ વાંચો:મહેસાણામાં એજન્ટોએ યુવાનને વિદેશ મોકલ્યા બાદ પરિવારને આપી મોતની ધમકી! પિતાએ કર્યો આપઘાત

આ પણ વાંચો:મહેસાણામાં વિદેશ ગયેલી શિક્ષિકાને ડીઇઓએ બરતરફ કરી