Mahesana News/ મહેસાણામાં વિદેશ ગયેલી શિક્ષિકાને ડીઇઓએ બરતરફ કરી

મહેસાણામાં વિદેશ ગયેલી શિક્ષિકાને બરતરફ કરી દેવા છે. વિદેશ ગયેલી શિક્ષિકાએ નોટિસનો જવાબ પણ આપ્યો નથી. મહેસાણાના જોરનંગ પ્રાથમિક શાળાની શિક્ષિકાને બરતરફ કરવામાં આવ્યા છે.

Gujarat Others Breaking News

Mahesana News: મહેસાણામાં વિદેશ ગયેલી શિક્ષિકાને બરતરફ કરી દેવા છે. વિદેશ ગયેલી શિક્ષિકાએ નોટિસનો જવાબ પણ આપ્યો નથી. મહેસાણાના જોરનંગ પ્રાથમિક શાળાની શિક્ષિકાને બરતરફ કરવામાં આવ્યા છે. સ્વૈચ્છિક નિવૃત્તિના સમયગાળામાં બાંયધરી આપી હતી. તેમણે કોઈ અગમ્ય કારણોસર ગેરહાજર નહીં રહેવા બાંયધરી આપી હતી.

તેમણે પોતે બાંયધરી આપી હોવા છતાં પણ કીપણ જાતની મંજૂરી વગર વિદેશ ગયા હતા. શિક્ષિકા મીનાબેન પટેલ કોઈપણ પ્રકારની મંજૂરી વગર વિદેશ ગયા હતા. તેઓ છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ગેરહાજર હતા. તેમણે 31 ઓક્ટોબર 2023ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ માંગી હતી. તેઓ 13 સપ્ટેમ્બર 2023થી જાણ કર્યા વગર વિદેશ જતાં રહ્યા હતા.

તેમને છ ડિસેમ્બર 2024ના રોજ અંતિમ નોટિસ આપવામાં આવી હતી. તેમણે ખુલાસો મોકલવા માટે ઇ­મેઇલ મારફતે ત્રણ માસનો સમય માંગ્યો હતો. તે હાજર થવાની તારીખ હાજર ન થતાં તેમને બરતરફ કરવામાં આવ્યા છે. ડીઇઓએ શિક્ષિકાને સેવામાંથી બરતરફ કર્યા છે. ગયા વર્ષે આવા જ એક શિક્ષિકા ચાલુ નોકરીએ વિભાગને કશું જ કહ્યા વગર રજા પર હોવાની વાત બહાર આવી હતી.

રણછોડપુરા પ્રાથમિક શાળાની શિક્ષિકા વિદેશમાં હોવાનું જાણવા મળ્યું હતું. બકીનાબેન પટેલ છેલ્લા દસ માસથી વિદેશમાં હતા. તેઓ મેડિકલ રજાના બ્હાને વિદેશમાં ગયા હતા.

તેઓ એનઓસી મેળવ્યા વગર વિદેશમાં ગયા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે તેઓએ એનઓસી મેળવ્યું ન હોવા છતાં શિક્ષણ વિભાગે તેમને એકપણ નોટિસ આપી નથી. તેઓ વિદેશમાં ગયા છે તેવા સંજોગોમાં મેડિકલ ઇ-મેઇલથી મંજૂર કરવામાં આવ્યું છે. આ રીતે મેડિકલ કઈ રીતે ઇ-મેઇલથી મંજૂર કરવામાં આવ્યું છે.

હવે તેઓ આ રીતે વિદેશ ગયા છે તે તેમની સામે શિક્ષણ વિભાગે હજી સુધી કોઈ કાર્યવાહી કેમ કરી નથી. આ શિક્ષિકા છેલ્લા દસ મહિનાથી વિના મંજૂરીએ વિદેશમાં છે. તેઓ અગાઉ ત્રણ માસ માટે વિદેશમાં ગયા હતા. વિદેશમાંથી પાછા આવીને મેડિકલના બ્હાને રજા પર છે. હવે શિક્ષિકાને વિદેશથી ઇ-મેઇલ મારફતે રિપોર્ટ શિક્ષણ વિભાગે કઈ રીતે મંજૂર કર્યા તે સવાલ છે. હવે સરકારી નિયમોનો સરેઆમ કરતા આ શિક્ષિકાને તાત્કાલિક ધોરણે બરતરફ કરવામાં આવે તે જરૂરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યમાં ભૂતિયા શિક્ષકો પર સંકજો, સુરતમાં વધુ બે શિક્ષકોને કરાયા બરતરફ

આ પણ વાંચો: રાજ્ય સરકારે બનાસકાંઠાના 33 શિક્ષકોને બરતરફ કર્યા

આ પણ વાંચો: મહેસાણામાં બે ગુલ્લીબાજ શિક્ષક સસ્પેન્ડ