Not Set/ આણંદ: અમેરિકામાં ડિગ્રી જપ્ત થઈ હોવા છતાં હોસ્પિટલ ચલાવતા ડૉ. પિયુષ પટેલ

અમેરિકામાં ડિગ્રી જપ્ત થઈ હોવા છતાં આણંદમાં હોસ્પિટલ ચલાવતા ડૉ. પિયુષ પટેલે મીડિયા સાથે દાદાગીરી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં  આવ્યો છે. મળતી વિગતો અનુસાર, હાર્ટનો પ્રોબ્લેમ હોવાથી પિયુષ પટેલની હોસ્પિટલમાં દાખલ થયેલા એક દર્દી પાસે માં કાર્ડ હોવા છતાં 2 લાખ રૂપિયા માગવામાં આવ્યા હતા. આ ઘટના ની જાણ મીડિયાને થતાં આ ઘટનાનું કવરેજ કરવા […]

Top Stories Gujarat Others
ડોક્ટર આણંદ: અમેરિકામાં ડિગ્રી જપ્ત થઈ હોવા છતાં હોસ્પિટલ ચલાવતા ડૉ. પિયુષ પટેલ

અમેરિકામાં ડિગ્રી જપ્ત થઈ હોવા છતાં આણંદમાં હોસ્પિટલ ચલાવતા ડૉ. પિયુષ પટેલે મીડિયા સાથે દાદાગીરી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં  આવ્યો છે.

મળતી વિગતો અનુસાર, હાર્ટનો પ્રોબ્લેમ હોવાથી પિયુષ પટેલની હોસ્પિટલમાં દાખલ થયેલા એક દર્દી પાસે માં કાર્ડ હોવા છતાં 2 લાખ રૂપિયા માગવામાં આવ્યા હતા. આ ઘટના ની જાણ મીડિયાને થતાં આ ઘટનાનું કવરેજ કરવા માટે હોસ્પિટલ પર પોહચી હતી. જ્યારે મીડિયાની ટીમ આણંદ ખાતેના પિયુષ પટેલના દવાખાને પહોંચી તો પિયુષ પટેલે મીડિયા સાથે ઉદ્ધતાઈભર્યુ વર્તન કર્યુ. એટલું જ નહીં, મીડિયાને કવરેજથી રોકવા માટે કેમેરો તોડવાનો પ્રયાસ પણ કર્યો હતો.

doktr1 આણંદ: અમેરિકામાં ડિગ્રી જપ્ત થઈ હોવા છતાં હોસ્પિટલ ચલાવતા ડૉ. પિયુષ પટેલ

ઉલ્લેખનીય છે કે,  ડૉ.પિયુષ પટેલની ડિગ્રી અમેરિકામાં જપ્ત થઈ છે. છતાં તેઓ હોસ્પિટલ ચલાવી રહ્યા છે. માં કાર્ડ હોવા છતાં દર્દી પાસે 2 લાખ માગવાની ઘટના દુનિયાની સામે ન આવે તે માટે પિયુષ પટેલે મીડિયાને કવરેજ કરતા રોકવાના તમામ પ્રયાસો કર્યા. છતાં મીડિયાએ આ ઘટનાનું કવરેજ કર્યુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.