Not Set/ હવે કોઇ પક્ષ સાથે સીધો નાતો નહીં રહે: આનંદીબહેન પટેલ

  ગાંધીનગર ગુજરાતના પૂર્વ સીએમ આનંદીબેન પટેલને મધ્યપ્રદેશના ગવર્નર બનાવાયા છે. શુક્રવારે સાંજે આનંદી બહેનના નામની મધ્યપ્રદેશના ગવર્નર તરીકે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.ગુજરાતના રાજ્યપાલ ઓ પી કોહલી પાસે મધ્યપ્રદેશના ગવર્નર તરીકેનો વધારાનો ચાર્જ હતો. હવે આનંદીબેનને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાતા, તેઓ આ વધારાની જવાબદારીમાંથી મુક્ત થશે.આનંદીબેનન પટેલ મધ્યપ્રદેશના 26માં રાજ્યપાલ બન્યા છે. આનંદીબહેન પટેલે જણાવ્યું હતું […]

Top Stories

 

ગાંધીનગર

ગુજરાતના પૂર્વ સીએમ આનંદીબેન પટેલને મધ્યપ્રદેશના ગવર્નર બનાવાયા છે. શુક્રવારે સાંજે આનંદી બહેનના નામની મધ્યપ્રદેશના ગવર્નર તરીકે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.ગુજરાતના રાજ્યપાલ ઓ પી કોહલી પાસે મધ્યપ્રદેશના ગવર્નર તરીકેનો વધારાનો ચાર્જ હતો. હવે આનંદીબેનને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાતા, તેઓ આ વધારાની જવાબદારીમાંથી મુક્ત થશે.આનંદીબેનન પટેલ મધ્યપ્રદેશના 26માં રાજ્યપાલ બન્યા છે.

આનંદીબહેન પટેલે જણાવ્યું હતું કે મને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે જવાબદારી સોંપી છે તે બદલ હું પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો અભાર માનું છું,આ બંધારણીય જવાબદારી છે અને કોઇ પક્ષ સાથે સીધો નાતો નહી રહે.આ જવાબદારી હું પાર પાડું તેવી ઇશ્વરને પ્રાર્થના કરૂ છું.

આનંદીબહેન પટેલનો સન્માન સમારોહ ભાજપની કમલમ ઓફિસે યોજાશે જેમાં સીએમ વિજય રૂપાણી,ડેપ્યુટી સીએમ નીતિન પટેલથી લઇને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ઉપસ્થિત રહેશે.