સુરતમાં ગણેશ વિસર્જનને લઈ અમુક લોકો સ્થાપના કર્યા બાદ વિસર્જન એવી રીતે કરે છે કે જાણે તે લોકોને વિસર્જન માટે અન્ય કોઈ જગ્યા જ ન મળતી હોય. તેવી જ ઘટના સુરતના ઉગત કેનાલમાં જોવા મળી હતી. કેનાલમાં અનેક નાની ગૌરી ગણેશની મૂર્તિ અજાણ્યાઓ દ્વારા વિસર્જિત કરવામાં આવી હતી.

આ મૂર્તિ રઝળતી હાલતમાં મળી આવતા અનેકની ધાર્મિક લાગણી દુભાઈ હતી. ઘટનાને પગલે સાર્વજનિક ગણેશ ઉત્સવ સમિતીના પ્રમુખ અનિલ બિસ્કીટવાળા એ સ્થળની મુલાકાત લીધી હતી, જગ્યા પર પહોંચી રોષ વ્યકત કર્યો હતો, આક્ષેપ કર્યા હતા કે સુરત પોલીસ કમિશનર તેમજ કલેકટર દ્વારા ગણેશ ઉત્સવ સમિતિ સાથે સંકલન નહીં કરતા આ પ્રકારની ઘટનાનુ નિર્માણ થાય છે.

આગામી સમયમાં વિસર્જન પહેલા મિટિંગ બોલાવતી હતી. જે હવે સદંતર બંધ થઈ જતા અમારા અમુક પ્રશ્ન તેમની સામે મૂકી શકાતા નથી. છેલ્લા બે વર્ષથી કોઈ સંકલન થયું ના હોવાથી લોકો બેખોફ થઈ ગમે ત્યાં વિસર્જન કરે છે. આગામી સમયમાં કોઈ પણ લોકો કેનાલમાં વિસર્જન કરશે તો કાયદેસર ના પગલાં ભરવામાં આવશે. મહત્વનું છે કે સુરત મહાનગર પાલિકા દ્વારા અનેક જગ્યા એ કૃત્રિમ તળાવ વિસર્જન માટે બનાવાયા છે. તેમજ મોટી મૂર્તિઓ માટે સીધા જ હજીરા દરિયા કિનારે વિસર્જન થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. છતાં આ પ્રકાર ની ઘટના બનતા અનેક સવાલો ઉદભવે છે.
આ પણ વાંચો:Fraud arrested/IAS હસમુખ અઢીયાના સામે ‘દોઢિયા’ ઉઘરાવવા ભેજાબાજને ભારે પડ્યા
આ પણ વાંચો:gujarat rain/ગુજરાતમાં ફરી પાછો ‘મેેઘ મલ્હાર’: સવારથી જ જામ્યો છે મેઘો
આ પણ વાંચો:Heavy Rain/રાજ્યમાં બે મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાઈ, ધોધમાર વરસાદની આગાહી
