Fraud arrested/ IAS હસમુખ અઢીયાના સામે ‘દોઢિયા’ ઉઘરાવવા ભેજાબાજને ભારે પડ્યા

ગુજરાતના જાણીતા આઇએએસ ઓફિસર હસમુખ અઢીયાના નામે દોઢિયા ઘરાવવા ભેજાબાજ ઠગને ભારે પડ્યા છે. ગુજરાત પોલીસે આ ભેજાબાજ ઠગની ધરપકડ કરી છે.

Top Stories Gujarat
Mantavyanews 2 15 IAS હસમુખ અઢીયાના સામે ‘દોઢિયા’ ઉઘરાવવા ભેજાબાજને ભારે પડ્યા

વડોદરાઃ ગુજરાતના જાણીતા આઇએએસ Fraud Arrested ઓફિસર હસમુખ અઢીયાના નામે દોઢિયા ઘરાવવા ભેજાબાજ ઠગને ભારે પડ્યા છે. ગુજરાત પોલીસે આ ભેજાબાજ ઠગની ધરપકડ કરી છે. વડોદરા સાઇબર ક્રાઇમ સેલની મદદથી જવાહનરનગર પોલીસે આ ભેજાબાજની ધરપકડ કરી હતી.

પોલીસે પકડ્યો ત્યાં સુધીમાં આ ભેજાબાજ ઠગ 50 લાખથી વધુ રકમની તોડ કરી ચૂક્યો છે. તેણે પોતે જ પાછી પોલીસ પૂછપરછમાં આ કબૂલાત કરી છે. આમ છતાં પોલીસનું માનવું છે કે આ આંકડો મોટો હોય તો આશ્ચર્ય નહી થાય.

આ ઠગે છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી Fraud Arrested અજમાવી હતી. તે પોતાની ઓળખ આઇએએસ હસમુખ અઢીયા તરીકે આપતો હતો. તેણે જીએસીએલ કંપનીના ડીલરોને કંપનીના જ ચેરમેન હસમુખ અઢીયા તરીકેની ઓળખ આપી હતી, આ જ છેતરપિંડી તેને ભારે પડી ગઈ હતી. તે ચેરમેન તરીકેની ઓળખ માંગીને છેતરપિંડી આચરતો હતો.

આ રૂપિયા મેળવવા માટે તેણે પાછી એક મની ટ્રાન્સફર એજન્સીને પણ સાધી લીધી હતી. તેથી તે છેતરપિંડીની રકમ પણ પાછો ઓનલાઇન જ લેતો હતો. છેવટે આ વાત જીએસીએલ કંપનીના ધ્યાન પર આ Fraud Arrested વાત આવી હતી. તેના પગલે કંપનીના માર્કેટિંગ વિભાગના ડેપ્યુટી મેનેજરે તેની ફરિયાદ કરી હતી. પણ ત્યાં સુધીમાં આ ઠગ ડીલર ભદ્રેશ પટેલ સાથે લગભગ એક લાખ રૂપિયા સુધીની છેતરપિંડી આચરી ચૂક્યો હતો.

પોલીસે આ ઠગની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઠગબાજની કરમ કુંડળીની પણ પોલીસ તપાસ કરવાની છે. પોલીસને તેની પાસેથી 21 સીમકાર્ડ મળી આવ્યા છે. તેથી તેણે આ સીમકાર્ડનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કર્યો છે તેની પણ પોલીસ તપાસ કરવાની છે. આ સિવાય આ નટવરલાલ અગાઉ પણ ચાર ગુનામાં Fraud Arrested પકડાયેલો છે. તેણે અગાઉ જુદા-જુદા નામ ધારણ કરી પણ ઠગાઈ કરી હોવાનું ખૂલ્યું છે. પોલીસનું માનવું છે કે મિ. નટવરલાલની ધરપકડના પગલે ઠગાઈ અને છેતરપિંડીના અનેક કિસ્સાઓ બહાર આવી શકે છે. તેમા નોંધાયેલા અને ન નોંધાયેલા કિસ્સા પણ જાણવા મળી શકે છે.

 

આ પણ વાંચોઃ gujarat rain/ગુજરાતમાં ફરી પાછો ‘મેેઘ મલ્હાર’: સવારથી જ જામ્યો છે મેઘો

આ પણ વાંચોઃ સુરત/ડાયમંડ સીટીમાં વેપારી રસ્તા પર ફેંકી ગયો હીરા, વીણવા માટે લોકોની પડાપડી

આ પણ વાંચોઃ Jamnagar/PM મોદી આજે જામનગર-અમદાવાદ વંદે ભારત ટ્રેનને આપશે લીલી ઝંડી, આ સ્થળોએ અપાયું છે સ્ટોપેજ