Not Set/ સ્પોર્ટ્સ/ બાબરે મેદાન વચ્ચે આસિફ અલી પર નિકાળ્યો ગુસ્સો, વીડિયો વાયરલ

મંગળવારે કેનબેરામાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની બીજી ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને સાત વિકેટથી હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં આ ઓસ્ટ્રેલિયાની સતત છઠ્ઠી જીત છે. આ સાથે જ પાકિસ્તાન સામે છેલ્લી સાત ટી-20 મેચોમાં આ તેની પ્રથમ જીત છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ 2018 માં હરારેમાં પાકિસ્તાન સામે જીત મેળવી […]

Uncategorized
Babar Azam સ્પોર્ટ્સ/ બાબરે મેદાન વચ્ચે આસિફ અલી પર નિકાળ્યો ગુસ્સો, વીડિયો વાયરલ

મંગળવારે કેનબેરામાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની બીજી ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને સાત વિકેટથી હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં આ ઓસ્ટ્રેલિયાની સતત છઠ્ઠી જીત છે. આ સાથે જ પાકિસ્તાન સામે છેલ્લી સાત ટી-20 મેચોમાં આ તેની પ્રથમ જીત છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ 2018 માં હરારેમાં પાકિસ્તાન સામે જીત મેળવી હતી. આ જીત સાથે, ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની ટી -20 શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. જો કે આ મેચમાં એક સમય એવો પણ આવ્યો કે પાકિસ્તાની ખેલાડી તેની જ ટીમનાં ખેલાડી પર ગુસ્સે ભરાયેલા જોવા મળ્યો હતો.

Image result for बाबर आजम

પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને કેપ્ટન બાબર આઝમ (50) અને ઇફ્તીખાર અહેમદ (અણનમ 62) ની અડધી સદીની મદદથી છ વિકેટે 150 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ આ લક્ષ્યાંક 18.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને મેળવી લીધુ હતુ. મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી સ્મિથે 51 બોલમાં 11 ચોક્કા અને એક છક્કો ફટકાર્યો હતો. સ્મિથને તેની શાનદાર ઇનિંગ્સ માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. તેના સિવાય ડેવિડ વોર્નરે 20 રનનું યોગદાન આપ્યું હતું, બેન મેક્ડરમેટે 21 અને કેપ્ટન એરોન ફિંચે 17 રનનું યોગદાન આપ્યું હતું.

Image result for बाबर आजम

પાકિસ્તાન તરફથી મોહમ્મદ આમિર, મોહમ્મદ ઇરફાન અને ઇમાદ વસીમને એક-એક વિકેટ મળી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી એશ્ટન એગરે બે વિકેટ લીધી હતી. જ્યારે પેટ કમિન્સ અને કેન રિચર્ડસને એક-એક વિકેટ લીધી હતી. શુક્રવારે બંને ટીમો વચ્ચે ત્રીજી અને અંતિમ ટી-20 મેચ પર્થમાં રમાશે. વળી જ્યારે પાકિસ્તાનની ટીમ બેટિંગ કરી રહી હતી, ત્યારે કેપ્ટન બાબર આઝમ તેના સાથી બેટ્સમેન આસિફ અલી પર ગુસ્સે થતો જોવા મળ્યો હતો.

એવું બન્યું કે પાકિસ્તાની ઇનિંગની 12 મી ઓવરમાં, આસિફ અલીએ સ્પિનર એશ્ટન એગરની બોલ પર સ્લોગ સ્વીપ લગાવવાનો પ્રયત્ન કર્યો પણ તે ફીલ્ડરને કેચ આપી બેઠો. જેના પર બાબરને એટલો ગુસ્સો આવ્યો કે તેણે મેદાનમાં જ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.