Not Set/ અર્થિકક્ષેત્ર/ શેર બજારના રોકાણકારો સાવધાન! આ દિશામાં શેર બજાર જઇ રહ્યું છે

આપણા દેશનું શેર બજાર 2008 થી સતત વધતું જ રહ્યું છે. 2008 થી આજ સુધીના આ સમય ગાળામાં દરેક વધ ઘટ ના ઉતાર ચઢાવ સમયે સરવાળે બજાર વધ્યું જ છે. હાલમાંપણ શેર બજાર ની ચેનલો ઉપર કહેવાતા ચાર્ટીસ્ટો અને આર્થીક નિષ્ણાતો આવતા વર્ષ અંગે ખુબજ સકારાત્મક અને ખરીદીની ટીપ આપી રહ્યા છે. શું ખરેખર આવું […]

Business
mayaaap 10 અર્થિકક્ષેત્ર/ શેર બજારના રોકાણકારો સાવધાન! આ દિશામાં શેર બજાર જઇ રહ્યું છે

આપણા દેશનું શેર બજાર 2008 થી સતત વધતું જ રહ્યું છે. 2008 થી આજ સુધીના આ સમય ગાળામાં દરેક વધ ઘટ ના ઉતાર ચઢાવ સમયે સરવાળે બજાર વધ્યું જ છે. હાલમાંપણ શેર બજાર ની ચેનલો ઉપર કહેવાતા ચાર્ટીસ્ટો અને આર્થીક નિષ્ણાતો આવતા વર્ષ અંગે ખુબજ સકારાત્મક અને ખરીદીની ટીપ આપી રહ્યા છે.

શું ખરેખર આવું જ થશે કે કેમ? એક મોટો સવાલ છે….

આ બાબતે રોકાણકારો અને સામાન્ય લોકોને ચેતવવાનું મને ખુબ યોગ્ય લાગે છે. દેશની આર્થીક પરિસ્થિતિ ખુબ જ નાજુક છે જે બાબતે આપણી સામાન્ય જનતા  અજાણ છે.. કોઈ અગમ્ય કારણોસર મીડિયા પણ આ બાબતે મૌન છે.

૨૦૦૮ આથી શરુ કરીને દેશની શેર બજાર માં બહુજ મોટો મૂડી પ્રવાહ આવ્યો. જેને આપણે FII કે વિદેશી રોકાણકારોના નામે ઓળખીએ છીએ. પરંતુ બહુ ઓછી જાણીતી વાસ્તવિકતા એ છે કે આવેલા મૂડી પ્રવાહનો મોટો ભાગ આપણા દેશના જ લોકોના કાળા નાણા FII કે વિદેશી રોકાણકારોના નામે આવેલા છે, જેને મોટા પાયાનું માની લોન્ડરિંગ કહી શકાય. જેનો ભરપુર ઉપયોગ શેર બજારને અકુદરતી રીતે ઉપર નીચે કરવામાં આવ્યો.

સમજવા માટે, આ સમય ગાળામાં ઘણી વખત દુનિયાના બધા મોટા  શેર બજારોમાં મંદી ચાલતી હોય ત્યારે આપણા દેશનું શેર બજાર તદ્દન ઉંધી દિશામાં ચાલે એટલે કે આપણા શેર બજારમાં તેજી ચાલતી હોય. જયારે જયારે સરકાર કોઈ સિદ્ધિ જાહેર કરે કે ચુંટણીઓના પરિણામ હોય ત્યારે પણ દુનિયાના શેરબજાર માં તેજી હોય કે મંદી પણ આપણે ત્યાં તેજી જ તેજી હોય. આપણો દેશ WTO ના કરાર થી દુનિયા ના અનેક દેશો સાથે જોડાયેલો છે. તેથી સ્વાભાવિક છે કે દુનિયાના શેર બજારોના વલણ થી તદ્દન વિરુદ્ધ દિશાનું વલણ દરેક સમયે ના સંભવી શકે. તેમ છતાં આપણા શેર બજારોમાં આવું બન્યું છે. કારણ, આપણા શેર બજારો ઉપર રોકાણકારો નહિ પરંતુ કરામતી હેરાફેરી કરનારાઓનો કાબુ અને કબજો રહ્યો છે.

પરંતુ હવે શું?

મની લોન્ડરિંગ અને અન્ય રસ્તે થી વિદેશી રોકાણકારોના નામે રહેલા દેશી રોકાણકારો આવી આભાસી તેજી મંદી કરીને પોતાની મૂડી માં ઘસારો ભોગવ્યો છે. ઉપરાંત ખરેખર સાચા વિદેશી રોકાણકારો પણ હવે આપણા દેશમાં કોઈ વિકાસ કે સલામત રોકાણ ની તકો જોઈ રહ્યા નથી. દુનિયાના મોટા ભાગના સાચા અને વાસ્તવિક માંનાંકો આપનાર આર્થીક સંસ્થાઓએ રોકાણ માટે આપણા દેશનું રેટિંગ ઘટાડ્યું છે અને તેઓ હાલમાં આપણા દેશને રોકાણ માટે સલામત ગણાતા નથી. પરિણામે હવે કોઈ મોટું વિદેશી રોકાણ આપણા શેર માર્કેટ માં આવે તેવું દેખાતું નથી. પરંતુ તેઓ પોતાનું રોકાણ પરત લઇ જશે તે ચોક્કસ છે તો આ જ રીતે મની લોન્ડરિંગ અને અન્ય રસ્તે થી વિદેશી રોકાણકારોના નામે રહેલા દેશી રોકાણકારો પણ પોતાની જે કઈ મૂડી બચી છે તે ઘરભેગી કરશે તે પણ ચોક્કસ છે.

તો, આવા સમયે આપણ શેર બજાર ને ટેકો કોણ આપશે? બેંકો ની હાલત ખરાબ છે, મ્યુચ્યુઅલફંડો ખોટ કરી રહ્યા છે. સામાન્ય જનતા GST અને નોટ્બંધી ના માર થી બેહાલ છે રોકાણ કરવાની કોઈ ક્ષમતા રહી નથી.

આ બધા વાસ્તવિ પરિબળો અને સ્થિતિ જોતા ખુબજ નજીકના દિવસોમાં આપણા દેશનું શેર બજાર દરેક અઠવાડિયે મંદીના નવા નવા બહાના શોધશે અને સેન્સેક્ષ ડૂબકીઓ ઉપર ડૂબકી મારશે. આપણા દેશના રોકાણકારો, નાણાકીય પ્રવાહ, દેશની આર્થીક પરિસ્થિતિ ને જોઈએ તો દેશના શેરબજારો નો વાસ્તવિક  સેન્સેક્ષ 27000 થી 29000 થી વધારે ના હોઈ શકે. આજ સુધીનો વધેલો સેન્સેક્ષ માત્ર ને માત્ર દેશના લોકોના કાળા નાણા નું વિદેશી રોકાણકારોના નામે આવેલ મૂડી પ્રવાહને આભારી છે.

નજીકના ભવિષ્ય માં આવી કોઈ કરામતો થઇ શકે તેવું દેખાઈ રહ્યું નથી કારણ કે સહુ રોકાણકારોને મૂડી વધારો કરવાનો હોય છે. ઘસારો નહિ. દુનિયાના બીજા અનેક શેર બજારો અને દેશો માં આપણા દેશ કરતા રોકાણ અને વળતરની ઉત્તમ તકો સર્જાઈ ચુકી છે. જેને પરિણામે આપણા દેશના કે વિદેશી રોકાણકારો તે દેશો કે શેર બજારો બાજુ મીટ માંડીને બેઠા છે.

એક માહિતી મુજબ આપણા શેર બજારો લગભગ નવેમ્બર મહિનાથી જ મંદીમાં ગોથા ખાવા માંડશે. કારણ કે હાલના સાચા કે ખોટા વિદેશી રોકાણ કારો વેચવાલી કરશે, અને પરિણામે બહુ લાંબા સમય સુધી તેજી દેખાય તેવું લાગતું નથી.

બિઝનેસ સ્ટોરી by @બાલેન્દ્ર વાઘેલા……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.