Not Set/ ‘બાબા કા ઢાબા’ પર હવે કંપનીઓની જાહેરાત માટે થઇ રહી છે પડા પડી

  દિલ્હીનાં માલવીયા નગરમાં સ્થિત બાબા કા ઢાબા છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. આ ઢાબા ચલાવતા કાંતા પ્રસાદનો એક વીડિયો ગયા અઠવાડિયે વાયરલ થયો હતો. જેમાં તે રડતા હતા કે લોકડાઉન કર્યા પછી કોઈ કામ રહ્યુ નથી અને તેમને જીવવામાં મુશ્કેલી પડી રહી છે આ વીડિયો વાયરલ થયા બાદ સેંકડો લોકો દરરોજ તેમના હાથનું ભોજન […]

Uncategorized
d1d6a95249f0865a3b237662e1eb26a2 'બાબા કા ઢાબા' પર હવે કંપનીઓની જાહેરાત માટે થઇ રહી છે પડા પડી
d1d6a95249f0865a3b237662e1eb26a2 'બાબા કા ઢાબા' પર હવે કંપનીઓની જાહેરાત માટે થઇ રહી છે પડા પડી 

દિલ્હીનાં માલવીયા નગરમાં સ્થિત બાબા કા ઢાબા છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. આ ઢાબા ચલાવતા કાંતા પ્રસાદનો એક વીડિયો ગયા અઠવાડિયે વાયરલ થયો હતો. જેમાં તે રડતા હતા કે લોકડાઉન કર્યા પછી કોઈ કામ રહ્યુ નથી અને તેમને જીવવામાં મુશ્કેલી પડી રહી છે આ વીડિયો વાયરલ થયા બાદ સેંકડો લોકો દરરોજ તેમના હાથનું ભોજન લેવાનો આનંદ લેવા અહી આવી રહ્યા છે. જે બાદ તે ખૂબ જ ખુશ છે. એટલું જ નહીં, બાબા કા ઢાબાને જોમાટો પર પણ સૂચિબદ્ધ કરવામાં આવેલ છે, એટલે કે, તમે ત્યાંથી ઓર્ડર કરીને જમવાનું મંગાવી શકો છો. વળી ઘણી કંપનીઓ જાહેરાત માટે પણ પહોંચી ગઈ છે.

આપને જાણીને નવાઇ લાગશે કે, ઘણી કંપનીઓએ બાબા કા ઢાબા પર તેમની જાહેરાતો મૂકી છે. ઘણા બધા બેનરો છે જેને કારણે હવે કોઈ જગ્યા બાકી નથી. આટલું જ નહીં, કોવિડ ઇન્સ્યુરન્સ કાઉન્ટર જેવા કેટલાક કામચલાઉ કાઉન્ટર્સ પણ ઢાબા નજીક જોવા મળે છે. કાંતા પ્રસાદ પણ તેનાથી ખુશ છે, તેમનું કહેવું છે કે જાહેરાત છે અને કમાણી પણ છે. કાંતા પ્રસાદ એમ પણ કહે છે કે હવે તેમને પૈસાની જરૂર નથી. તેઓ કહે છે કે અગાઉ તેઓ દરરોજ એક કિલો ચોખા પણ વેચી શકતા ન હોતા. હવે અડધા દિવસમાં 5 કિલો ચોખા વેચુ છુ. તેઓ કહે છે કે બીજા ઘણા લોકોને પણ મદદની જરૂર હોય છે, આવી રીતે તેમની પણ મદદ કરવી જોઈએ, તેમને હવે પૈસાની જરૂર નથી.

કાંતા પ્રસાદ અને તેમની પત્ની બાદામી દેવી સાથે મળીને ‘બાબા કા ઢાબા’ ચલાવે છે. દક્ષિણ દિલ્હીનાં માલવીયા નગરની શિવાલિક કોલોનીમાં હનુમાન મંદિરની સામે બી બ્લોકમાં સ્થિત આ ઢાબા પર ચા-નાસ્તાથી લઇને લંચ પણ મળે છે. કાંતા પ્રસાદ લગભગ 80 વર્ષનાં છે. તે 1988 થી આ ઢાબા ચલાવી રહ્યા છે. વાયરલ થયેલા તેમના વીડિયોમાં તે કહી રહ્યા હતા કે કમાણી નજીવી છે, મોટાભાગનો ખોરાક બચી જાય છે, તે તેને લઇને ઘરે જાય છે. ખાવામાં તેઓ કઠોળ, ચોખા, શાકભાજી, રોટલી, પરાઠા, ચા બધુ જ બનાવે છે. પરિવારમાં બે પુત્રો અને એક પુત્રી છે, પરંતુ કોઈ મદદ કરતું નથી. લોકડાઉન પહેલા, કામ સારું હતું, પરંતુ હવે ઘણા ઓછા ગ્રાહકો છે. આ વીડિયો પછી તેમના ઢાબા પર રોજ લોકોની ભીડ ઉમટી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.