Not Set/ CSK vs RCB/ રોયલ્સ સામે કિંગ્સ ફેઇલ, ચેન્નાઈની ટૂર્નામેન્ટમાં પાંચમી હાર

  ઈન્ડિયન પ્રીમિયર લીગની 25 મી મેચમાં વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને ભારતનાં ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો યોજાયો હતો. આ મેચ દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં વિરાટ એન્ડ કંપનીએ ધોનીનાં કિંગ્સને 37 રનથી હરાવીને તેમની શ્રેષ્ઠતા સાબિત કરી હતી. ટોસ જીત્યા બાદ વિરાટે પ્રથમ બેટિંગ […]

Uncategorized
6b78da7239b631a2f028100bb6852b00 CSK vs RCB/ રોયલ્સ સામે કિંગ્સ ફેઇલ, ચેન્નાઈની ટૂર્નામેન્ટમાં પાંચમી હાર
 

ઈન્ડિયન પ્રીમિયર લીગની 25 મી મેચમાં વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને ભારતનાં ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો યોજાયો હતો. આ મેચ દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં વિરાટ એન્ડ કંપનીએ ધોનીનાં કિંગ્સને 37 રનથી હરાવીને તેમની શ્રેષ્ઠતા સાબિત કરી હતી.

ટોસ જીત્યા બાદ વિરાટે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને કેપ્ટનશીપની ઇનિંગ રમીને 52 બોલમાં અણનમ 90 રનમાં ચાર ચોક્કા અને ચાર છક્કાની મદદથી બનાવ્યા હતા. તેણે શિવમ દુબે સાથે પાંચમી વિકેટ માટે 76 રનની અણનમ ભાગીદારી કરી હતી. શિવમે 14 બોલમાં 22 રનની અણનમ ઇનિંગમાં બે ચોક્કા અને એક સિક્સર ફટકારી હતી. બેંગલોરે છેલ્લી ચાર ઓવરમાં 66 રન જોડ્યા હતા અને ટીમ એક પડકારજનક સ્કોર સુધી પહોંચી હતી. યુવા ઓપનર દેવદત્ત પડીક્ક્લે 34 બોલમાં 33 રનમાં બે ચોક્કા અને એક છક્કો ફટકાર્યો હતો.

આરસીબીનાં 170 રનનાં લક્ષ્યાંકનાં જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સની પૂરી ટીમ નિર્ધારિત ઓવરમાં ફક્ત 132 રન જ બનાવી શકી હતી. અંબાતી રાયડુએ ટીમમાં 40 બોલમાં 42 રનની સર્વોચ્ચ ઇનિંગ્સ રમી હતી. આ સિવાય પહેલીવાર રમી રહેલા એન.જગદિશનને 28 બોલમાં 33 રન બનાવ્યા હતા. બંને ખેલાડીઓએ ત્રીજી વિકેટ માટે 64 રનની ભાગીદારી કરી હતી. બેંગલોર તરફથી ઝડપી બોલર ક્રિસ મૌરીસે 19 રન આપીને 3 વિકેટ ઝડપી અને સ્પિનર ​​વોશિંગ્ટન સુંદરે 16 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.