Not Set/ રાજકીય અસ્થિરતા વચ્ચે CM ગેહલોતની સ્પષ્ટતા મારી પાસે બહુમત છે, વિધાનસભા સત્ર ટુંકમાં જ મળશે

  રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ગરમાવા વચ્ચે મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ગુરુવારે કહ્યું કે, વિધાનસભા સત્ર ટૂંક સમયમાં બોલાવવામાં આવશે. તેમણે બહુમતી હોવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. રાજસ્થાન હાઇકોર્ટના નિર્ણયના એક દિવસ પહેલા જ અશોક ગેહલોતનું નિવેદન આવ્યું છે. આપને જણાવી દઇએ કે રાજસ્થાન હાઈકોર્ટનો નિર્ણય સચિન પાયલોટ કેમ્પ દ્વારા કરવામાં આવેલી પીટીશન પર શુક્રવાર એટલે કે આજે સવારે 10.30 વાગ્યની આસપાસ આવવાનો […]

Uncategorized
c10de892ef56617715c71aafec23e69c 3 રાજકીય અસ્થિરતા વચ્ચે CM ગેહલોતની સ્પષ્ટતા મારી પાસે બહુમત છે, વિધાનસભા સત્ર ટુંકમાં જ મળશે
 

રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ગરમાવા વચ્ચે મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ગુરુવારે કહ્યું કે, વિધાનસભા સત્ર ટૂંક સમયમાં બોલાવવામાં આવશે. તેમણે બહુમતી હોવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. રાજસ્થાન હાઇકોર્ટના નિર્ણયના એક દિવસ પહેલા જ અશોક ગેહલોતનું નિવેદન આવ્યું છે. આપને જણાવી દઇએ કે રાજસ્થાન હાઈકોર્ટનો નિર્ણય સચિન પાયલોટ કેમ્પ દ્વારા કરવામાં આવેલી પીટીશન પર શુક્રવાર એટલે કે આજે સવારે 10.30 વાગ્યની આસપાસ આવવાનો છે, જેને વિધાનસભા સભ્યપદથી ગેરલાયક ઠેરવી દેવાની અરજીને પડકારતી હતી . રાજ્યપાલ કલરાજ મિશ્રા સાથે 20 મિનિટની બેઠક પૂર્વે મુખ્યમંત્રીએ પત્રકારોને કહ્યું, ‘અમે ટૂંક સમયમાં વિધાનસભા સત્ર બોલાવીશું. આપણી પાસે બહુમતી છે. કોંગ્રેસના તમામ ધારાસભ્યો એક થયા છે. રાજ્યપાલ કલરાજ મિશ્રા સાથે મુખ્યમંત્રી ગેહલોતની આ ત્રીજી મુલાકાત હતી.