Not Set/ ટેસ્ટ ટીમમાં આ ખેલાડીઓને તક ન મળતા ગુસ્સે ભરાયા ગાવાસ્કર, કહ્યુ આ ખેલાડીઓ કેમ…

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ માટે ભારતીય ઈલેવનની ઘોષણા કરવામાં આવી અને જે પછી આ ટીમે ઘણા લોકોને નિરાશ અને ગુસ્સો આપાવ્યો હતો. તેનુ સૌથી મોટુ કારણ આ ટીમનાં બે ખેલાડીઓ રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિનની ગેરહાજરી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ બે અનુભવી ખેલાડીઓ કે જેઓ વધુ અનુભવી છે અને વેસ્ટ ઈન્ડિઝની […]

Uncategorized
gavaskar 1564403724 ટેસ્ટ ટીમમાં આ ખેલાડીઓને તક ન મળતા ગુસ્સે ભરાયા ગાવાસ્કર, કહ્યુ આ ખેલાડીઓ કેમ...

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ માટે ભારતીય ઈલેવનની ઘોષણા કરવામાં આવી અને જે પછી આ ટીમે ઘણા લોકોને નિરાશ અને ગુસ્સો આપાવ્યો હતો. તેનુ સૌથી મોટુ કારણ આ ટીમનાં બે ખેલાડીઓ રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિનની ગેરહાજરી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ બે અનુભવી ખેલાડીઓ કે જેઓ વધુ અનુભવી છે અને વેસ્ટ ઈન્ડિઝની સ્થિતિથી સારી રીતે વાકેફ હતા, તેમને મેદાન પર આવવાની તક દીધી નહી. જેને લઇને હવે પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે નારાજગી વ્યક્ત કરી છે.

Sunil Gavaskar 2 ટેસ્ટ ટીમમાં આ ખેલાડીઓને તક ન મળતા ગુસ્સે ભરાયા ગાવાસ્કર, કહ્યુ આ ખેલાડીઓ કેમ...

સુનિલ ગાવસ્કરે ટોસ બાદ જ્યારે ટીમ સામે આવી ત્યારે ટીવી શો પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. અહી તેમનો રોષ રોહિત શર્માને ટીમમાં ન લેવા પર હતો. વર્લ્ડ કપ 2019 માં 5 સદી ફટકારનારા રોહિત શર્માનાં અનુભવને જોતા, તેને ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ હતુ, પરંતુ મેદાનમાં આવવાની તક ન આપતા સૌ કોઇ ચોંકી ગયા હતા. ગાવસ્કરે એમ પણ કહ્યું હતું કે, જો તમારે રોહિતને મેદાનમાં ઉતારવો જ નહોતો, તો પછી તેને ટીમમાં કેમ રાખ્યો?

Ravichandran Ashwin rohit sharma min ટેસ્ટ ટીમમાં આ ખેલાડીઓને તક ન મળતા ગુસ્સે ભરાયા ગાવાસ્કર, કહ્યુ આ ખેલાડીઓ કેમ...

વળી ગાવસ્કરે રવિચંદ્રન અશ્વિનને ટીમની બહાર રાખવા અંગે પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. મેચમાં કોમેન્ટ્રી દરમિયાન ગાવસ્કરે કહ્યું, ‘આ (પસંદગી) એ મને આશ્ચર્યચકિત કરી દીધી છે. ખાસ કરીને વેસ્ટ ઇન્ડીઝ સામે એવા રેકોર્ડ ધરાવતા ખેલાડી (અશ્વિન) ને ટોપ -11 માં સ્થાન આપવામાં આવતું નથી, તે એક ચોંકાવનારો નિર્ણય છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.