sidhu moosewala/ સિદ્ધુ મુસેવાલાને ગોળી મારનાર શૂટર અંકિત સિરસાની પોલીસની સ્પેશિયલ સેલે કરી ધરપકડ

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસમાં સામેલ શાર્પ શૂટર અંકિત અને શૂટર્સને છૂપાવી રહેલા સચિનની ધરપકડ કરી છે…

Top Stories India
Moose Wala Murder Case

Moose Wala Murder Case: પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસમાં સામેલ શાર્પ શૂટર અંકિત અને શૂટર્સને છૂપાવી રહેલા સચિનની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અંકિત અને સચિન બંને લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેન્સ સાથે સંબંધિત છે અને તેમની વિરુદ્ધ રાજસ્થાનમાં ઘણા કેસ નોંધાયેલા છે.

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે 3 જુલાઈના રોજ સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં સામેલ અંકિત અને સચિનને ​​દિલ્હીના કાશ્મીરી ગેટ બસ સ્ટેન્ડ પરથી પકડ્યા હતા. પોલીસે બંને આરોપીઓ પાસેથી 2 પિસ્તોલ અને 19 કારતૂસ ઉપરાંત પંજાબ પોલીસના 3 યુનિફોર્મ પણ કબજે કર્યા છે.

અંકિત અને સચિન બંને લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેંગ સાથે સંકળાયેલા છે. શાર્પ શૂટર અંકિત હરિયાણાના સોનીપતનો રહેવાસી છે. અંકિત પર રાજસ્થાનમાં હત્યાના પ્રયાસના 2 કેસ પણ નોંધાયેલા છે. તો સચિન ભિવાની પર સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સામેલ શૂટર્સને છુપાવવાનો અને મદદ કરવાનો આરોપ છે. તે રાજસ્થાનમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ અને ગોલ્ડી બ્રાર ગેંગને સંભાળે છે અને ત્યાંનો વડો છે. તેના પર પણ રાજસ્થાનમાં ઘણા કેસ નોંધાયેલા છે.

પંજાબના માનસા જિલ્લામાં 29 મેના રોજ સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મુસેવાલાની હત્યા ત્યારે થઈ જ્યારે તે પોતાના બે મિત્રો સાથે પોતે ડ્રાઈવિંગ કરી રહ્યો હતો. માનસા જિલ્લાના જવાહરકે ગામ પાસે હુમલાખોરોએ સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરી હતી. આ સાથે કારમાં હાજર તેના બે મિત્રોને પણ ગંભીર ઈજા થઈ હતી.

આ પણ વાંચો: બેક ફૂટ પર ઉદ્ધવ..! એકનાથ શિંદે એક પછી એક માત આપી રહ્યા છે પણ ખરી કસોટી હજી બાકી છે

આ પણ વાંચો: કાર્યવાહી / ફેસબુકે ભારતમાં એક મહિનામાં 1.75 કરોડ કન્ટેન્ટ પર મૂક્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ

આ પણ વાંચો: નવી દિલ્હી / આરોગ્ય ક્ષેત્રે ભ્રષ્ટાચાર સામે મનસુખ માંડવિયાએ પગલાં લીધા, CGHSના બે ડોકટરો સસ્પેન્ડ