Bollywood/ મરાઠી ટ્રેડિશનલ આઉટફીટમાં ફોટોશૂટ કરાવતી જોવા મળી અંકિતા લોખંડે, જુઓ

બોલિવૂડ એક્ટ્રેસ અંકિતા લોખંડે સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદથી ચર્ચામાં છવાયેલી છે. અભિનેત્રી તેના બેબાક નિવેદનથી સુશાંત સિંહ રાજપૂતને ન્યાય અપાવતી જોવા મળી હતી.

Entertainment
a 44 મરાઠી ટ્રેડિશનલ આઉટફીટમાં ફોટોશૂટ કરાવતી જોવા મળી અંકિતા લોખંડે, જુઓ

બોલિવૂડ એક્ટ્રેસ અંકિતા લોખંડે સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદથી ચર્ચામાં છવાયેલી છે. અભિનેત્રી તેના બેબાક નિવેદનથી સુશાંત સિંહ રાજપૂતને ન્યાય અપાવતી જોવા મળી હતી. સુશાંત સિંહ રાજપૂતનાં નિધનને 4 મહિનાથી વધુનો સમય થઈ ગયો છે, જોકે, આ કેસમાં સીબીઆઈની તપાસ હજી પૂર્ણ થઈ નથી. બીજી તરફ, અભિનેત્રી અંકિતા લોખંડે હવે અભિનેતાના અવસાનથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં જ અંકિતા લોખંડેએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી મરાઠી આઉટફિટમાં જોવા મળી રહી છે.

Instagram will load in the frontend.

અંકિતા લોખંડેનો આ વીડિયો અને ફોટો તેના ફોટોશૂટ દરમિયાનનો છે. આ વીડિયોમાં અભિનેત્રી ગ્રીન કલરની સાડી પહેરેલી જોવા મળી રહી છે. વળી, અભિનેત્રીએ ઘણા ઘરેણાં પહેર્યા છે. વીડિયો અને ફોટો શેર કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે, “મરાઠી માટે પ્યાર, જ્વેલરી, મરાઠી ખાન અને મરાઠી દુલ્હનો પણ.” અભિનેત્રીના આ ફોટા અને વીડિયો પર ચાહકો ઘણી ટિપ્પણી કરી રહ્યા છે અને તેનો પ્રતિસાદ આપી રહ્યા છે.

જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજુપત 14 જૂનના રોજ તેમના બાંદ્રા મકાનમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. જે બાદ લોકોએ અભિનેતાના મોત અંગે સીબીઆઈ તપાસની માંગ કરી હતી, જે બાદ સુપ્રીમ કોર્ટે કેસ સીબીઆઈને સોંપ્યો હતો. તે જ સમયે, સુશાંત રાજપૂતનાં મોતનાં કેસમાં ચાલી રહેલી તપાસમાં ડ્રગ કનેક્શન સામે આવ્યા બાદ એનસીબી તપાસમાં જોડાઈ ગયું છે.