Birthday/ ફિલ્મની સ્ટોરી કરતાં પણ જોરદાર છે નસીરુદ્દીન શાહ લવ લાઈફ, આવો જાણી

અભિનેતાનું અંગત જીવન અને તેની લવ લાઇફ કોઈ ફિલ્મની વાર્તાથી ઓછી નથી. તો ચાલો જાણીએ તેમના જન્મદિવસ પર નસીરુદ્દીન શાહની લવ લાઈફની સ્ટોરી…

Trending Entertainment
A 360 ફિલ્મની સ્ટોરી કરતાં પણ જોરદાર છે નસીરુદ્દીન શાહ લવ લાઈફ, આવો જાણી

પોતાની કારકીર્દિમાં ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોના દિલોમાં હમેશાં માટે જીવંત બનાવનાર અભિનેતા નસીરુદ્દીન શાહનો આજે જન્મદિવસ છે, 1980 માં આવેલી ફિલ્મ હમ પાંચથી લઈને એમેઝોન પ્રાઇમની વેબ સિરીઝ બંદિશ બૈડીટ સુધી, નસીરુદ્દીન શાહે તેની અભિનયથી અજાયબીઓ આપ્યાં છે. એવું કહેવામાં આવે છે કે નસીરુદ્દીન શાહને સફળ કલાકારની કારકિર્દીમાં જેટલી ફિલ્મો છે તેના કરતા વધારે એવોર્ડ મળ્યા છે. દરેક ફિલ્મ પ્રેમી નસીરુદ્દીન શાહની ફિલ્મો અને તેના સંબંધિત પાત્રોથી વાકેફ હશે, પરંતુ શું તમે જાણો છો કે અભિનેતાનું અંગત જીવન અને તેની લવ લાઇફ કોઈ ફિલ્મની વાર્તાથી ઓછી નથી. તો ચાલો જાણીએ તેમના જન્મદિવસ પર નસીરુદ્દીન શાહની લવ લાઈફની સ્ટોરી…

A 361 ફિલ્મની સ્ટોરી કરતાં પણ જોરદાર છે નસીરુદ્દીન શાહ લવ લાઈફ, આવો જાણી

વાત 1975ની છે જ્યારે રત્ના કોલેજની વિદ્ધાર્થિની હતી અને નસીર એફટીઆઈઆઈથી ગ્રેજ્યુએશન કરી રહ્યાં હતાં. સત્યદેવ દુબેના ડાયરેક્શનમાં બનેલ ‘સંભોગથી સંન્યાસ’ નામનાં પ્લેમાં તેમને પહેલી વાર કામ કર્યું હતું. આ પ્લેના રિહર્સલ દરમિયાન તેમની પહેલી મુલાકાત થઈ હતી. આ મુલાકાત વિશે રત્નાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘આ પહેલી નજરનો પ્રેમ ન હતો. દુબેએ જ્યારે સૌ પ્રથમ અમારી ઓળખાણ કરાવી ત્યારે તેઓ નશીરનું સાચું નામ પણ જાણી ન સકી.’ પહેલા દિવસે તો અમે મિત્ર પણ ન હતાં, બીજા દિવસે અમે સાથે ફરવાનું શરૂ કરી દીધુ હતું.

A 363 ફિલ્મની સ્ટોરી કરતાં પણ જોરદાર છે નસીરુદ્દીન શાહ લવ લાઈફ, આવો જાણી

રત્નાથી 13 વર્ષ મોટા નસીર સાહેબના પહેલા લગ્ન પરવીન મુરાદ સાથે થયા હતાં. તે સમયે નસીર 19-20 તો પરવીન 36 વર્ષની હતી. લગ્નના એક વર્ષ બાદ આ જોડીની બેટી હીબા શાહનો જન્મ થયો. ત્યારબાદ જલ્દી જ પરવીન અને નસીર અલગ થઈ ગયા અને હીબા માતા સાથે ઈરાન ચાલી ગઈ.

A 364 ફિલ્મની સ્ટોરી કરતાં પણ જોરદાર છે નસીરુદ્દીન શાહ લવ લાઈફ, આવો જાણી

રત્ના અને નસીરુદ્દીન શાહ લગભગ 7 વર્ષ એક બીજાને ડેટ કરી રહ્યા હતા અને ત્યારબાદ બંનેએ 1982 ના વર્ષમાં લગ્ન કર્યાં હતાં. રત્ના અને નસીરને બે પુત્ર ઇમાદ શાહ અને વિવાન શાહ છે. વિવાન એક અભિનેતા પણ છે અને થોડીક ફિલ્મો અને વેબ સિરીઝમાં પણ દેખાયો છે.

A 365 ફિલ્મની સ્ટોરી કરતાં પણ જોરદાર છે નસીરુદ્દીન શાહ લવ લાઈફ, આવો જાણી

પરવીનના અલગ થવાના કેટલાક વર્ષો બાદ નસીર અને રત્ના નજીક આવ્યાં. મોટા લગ્નના જલસા ન કરતા આ કપલે સાધારણ રીતે લગ્ન કર્યાં. 1982માં રત્નાની માતા દીના પાઠકના ઘર પર જોડીએ નજીકના સંબંધીઓની હાજરીમાં રજિસ્ટ્રર્ડ લગ્ન કર્યાં. લગ્નના કેટલાક સમય બાદ નસીરની પહેલી પત્નીની પુત્રી પણ તેમની સાથે રહેવા લાગી. હીબાનો ઉછેર નસીર-રત્નાના બંને પુત્ર ઈમાદ અને વિવાનની સાથે સાથે જ થયો છે.

A 362 ફિલ્મની સ્ટોરી કરતાં પણ જોરદાર છે નસીરુદ્દીન શાહ લવ લાઈફ, આવો જાણી

નસીરુદ્દીન શાહના નામે ઘણા એવોર્ડ છે. તેમણે નેશનલ એવોર્ડ, ફિલ્મફેર, પદ્મશ્રી અને પદ્મ ભૂષણ જીત્યો છે. નસીરુદ્દીન શાહે હમ પાંચ, માસૂમ, કર્મ, ઇજાજત જેવી સુપરહિટ ફિલ્મોથી દર્શકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. તે છેલ્લે 2019 ની ફિલ્મ ‘રામપ્રસાદ કી તેહરવી’ માં જોવા મળ્યા હતા.