Not Set/ કોરોનાથી કંટાળ્યો માણસ, રૂપિયા ઉડાવીને કર્યો આપઘાતનો પ્રયાસ

કોરોનાની વિકટ પરિસ્થિતિમાંથી કોરોના લોકોના સ્વજનો ટપોટપ મોતને ભેટી રહ્યા છે ત્યારે લોકો નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગયા છે. આવી પરિસ્થિતિમાં લોકો પોતાનું માનસિક સમતુલન ગુમાવી બેશતા હોય છે.

Gujarat Others
A 32 કોરોનાથી કંટાળ્યો માણસ, રૂપિયા ઉડાવીને કર્યો આપઘાતનો પ્રયાસ

કોરોનાની વિકટ પરિસ્થિતિમાંથી કોરોના લોકોના સ્વજનો ટપોટપ મોતને ભેટી રહ્યા છે ત્યારે લોકો નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગયા છે. આવી પરિસ્થિતિમાં લોકો પોતાનું માનસિક સમતુલન ગુમાવી બેશતા હોય છે. અને આત્મહત્યા જેવા પગલાં પણ ભરતા અચકાતા નથી. આવી જ એક ઘટના ભરૂચના અંકલેશ્વરમાં જોવા મળી હતી. અહીં એક યુવકે માનસિક તણાવમાં આવી ગયો હતો અને તેણે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. જોકે લોકોએ તેનો જીવ બચાવી લીધો છે.

આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કહી રહ્યો છે  ‘કોરોનાકાળમાં પૈસા કોઈ કામના નથી’ એમ કહીને તેણે બ્રિજ પરથી નોટોનો વરસાદ કર્યો હતો. નોટો ઉડાવ્યા બાદ તેણે બ્રિજની રેલિંગ કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે લોકો સમયસર પહોંચી જતાં તેનો જીવ બચી ગયો હતો.

આ અંગેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વહેતો થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ જેવા દેખાતો વ્યક્તિ બ્રિજની રેલિંગ કૂદીને એક પાળી પર ઊભો છે. આ સમયે નીચે પણ લોકો જોવા મળી રહ્યા છે. બેથી ત્રણ વ્યક્તિઓએ વૃદ્ધને પકડી રાખ્યા છે. આ દરમિયાન વૃદ્ધ તેના હાથમાં રહેલી એક થેલીમાંથી નોટો ઊડાવી રહ્યા છે. વીડિયો જોઈને એવું લાગે છે કે વૃદ્ધ બ્રિજ પરથી નીચે છલાંગ લગાવવા માંગે છે. જોકે, ઉપર ઊભેલા અન્ય લોકોએ તેમને પકડી રાખ્યા હતા.

ગુજરાતના કોરોના વાયરસના કપરા સમય વચ્ચે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. સતત બીજા દિવસે ગુજરાતમાં કોરોનાના નવા કેસો અને મૃત્યુંઆંકમાં ઘટાડો થયો છે. રવિવારે કોરોનાના 11,146 દર્દીઓ નોંધાયા છે, જ્યારે 153 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. બીજી તરફ 4,40,276 દર્દીઓએ કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. આમ રાજ્યમાં સાજા થવાનો દર. 74.05 ટકા છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં કોવિડ-19થી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

Untitled 1 કોરોનાથી કંટાળ્યો માણસ, રૂપિયા ઉડાવીને કર્યો આપઘાતનો પ્રયાસ