બંધનું એલાન/ કોંગ્રેસ દ્વારા આજે રાજ્યમાં બંધનું એલાન, વાસદ-બગોદરા હાઇવે ઉપર ટાયર સળગાવી વિરોધ

બંધના એલનના પગલે રાજયભરમાં કોંગ્રેસી નેતાઓની અટકાયતનો દોર શરૂ કરવામાં આવ્યો છે.  બાપુનગર ખાતે કોંગ્રેસ નેતા નાગજી ભાઈ દેસાઇ ની અટકાયત કરવામાં આવી છે. 

Top Stories Ahmedabad Gujarat
congress 9 કોંગ્રેસ દ્વારા આજે રાજ્યમાં બંધનું એલાન, વાસદ-બગોદરા હાઇવે ઉપર ટાયર સળગાવી વિરોધ
  • કોંગ્રેસ દ્વારા આજે રાજ્યમાંબંધનું એલાન
  • મોંઘવારી, બેરોજગારી, ડ્રગ્સના દુષણ સામે બંધ
  • કોંગ્રેસી નેતાઓની અટકાયત કરવામાં આવી
  • વહેલી સવારથી જ નેતાઓની અટકાયત શરૂ
  • નાગજી દેસાઇની બાપુનગર પોલીસે અટકાયત કરી

ગુજરાત કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં આજે શનિવારે રાજ્યમાં પ્રતિકાત્મક બંધનું એલાન આપવામાં આવ્યું છે. કોંગ્રેસે વેપારીઓને સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી શટર બંધ રાખવા અપીલ કરી છે. પાર્ટીના પ્રદેશ એકમના પ્રમુખ જગદીશ ઠાકોરે લોકોને મોંઘવારી, બેરોજગારી સામે પોતાનો વિરોધ નોંધાવવા અને કોન્ટ્રાક્ટ કામદારોને નિયમિત નોકરીઓ મળે તે માટે બંધમાં જોડાવા અપીલ કરી હતી.

દેશભરમાં વ્યાપેલા મોંઘવારી, બેરોજગારી, ડ્રગ્સના દૂષણ સામે બંધનું એલાન આપ્યું છે. કોંગ્રેસ પક્ષએ આપેલ આજે બંધના એલાન ને નિષ્ફળ બનાવાનું કામ ભાજપે પોલીસને સોંપીયું છે. બંધના એલનના પગલે રાજયભરમાં કોંગ્રેસી નેતાઓની અટકાયતનો દોર શરૂ કરવામાં આવ્યો છે.  બાપુનગર ખાતે કોંગ્રેસ નેતા નાગજી ભાઈ દેસાઇ ની અટકાયત કરવામાં આવી છે.

આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોઘવારી ના વિરોધ મા બંધનું એલાન આપવામાં આવ્યું હતું.જેને અનુસંધાને જમાલપુર ખાડીયા વિધાનસભા ના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ની ઓફીસ બહાર પહેલેથી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું.વિરોધ કરવા બહાર આવતા ડીટેન કરવામાં આવ્યા હતા.જેમાં જનતા એ રોષ ઠાલવ્યો હતો.

congress 10 કોંગ્રેસ દ્વારા આજે રાજ્યમાં બંધનું એલાન, વાસદ-બગોદરા હાઇવે ઉપર ટાયર સળગાવી વિરોધ

ભારતીય યુથ કોંગ્રેસના પ્રવકતા કપિલ દેસાઇ ને ઓઢવ પોલીસ ઘરે આવી ઓઢવ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ગુજરાત કોંગ્રેસ દ્વારા મોંઘવારી , બેરોજગારી અને ડ્રગ્સ ના મુદ્દે આપવામાં આવેલા સાંકેતિક બંદ ના એલાન ને નિષ્ફળ બનાવવા ભારતીય જનતા પાર્ટી ના સરકાર પોલીસ અને તંત્ર નો દુરઉપયોગ કરી રહી છે. શાહપુર વોર્ડ કોંગ્રેસ સમિતિ દ્વારા સાંકેતિક બંધ ને સફળ કરવા માટે બંધ કરવા નીકળેલા આગેવાનો ની અટકાયત કરવામાં આવી .

આંકલાવ ખાતે કોંગ્રેસ નેતા અમિત ચાવડાની હાજરીમાં દુકાનો અને APMC બંધ કરવવામાં આવ્યા હતા. તો સાથે વાસદ બગોદરા હાઇવે ઉપર ટાયર  સળગાવી વિરોધ નોધાવવા માં આવ્યો હતો. તો મોટી સંખ્યામાં કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોએ રોડ ઉપર બેસી વિરોધ નોધાવ્યો હતો. પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી.

junagadh

જુનાગઢ ખાતે કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધનું એલાનમાં NSUI દ્વારા કોલેજો બંધ કરાવી હતી. કોલેજો બંધ કરાવવા જતા NSUI ના કાર્યકરો ની અટકાયત કરવામાં આવી હતી. કાર્યકરો બાઉદીન કોલેજ બંધ કરાવવા ગયા હતા.

પોરબંદર સજ્જડ બંધ 

કૉંગ્રેસ નો ગુજરાત બંધના એલાનને લઈને પોરબંદર શહેર માં પણ બંધ. પોરબંદર શહેરમાં બંધ નું વિવિધ વેપારીઓ સારો પ્રતિસાદ આપ્યો. પોરબંદર ના સુદામા ચોક,સુપર માર્કેટ એમ.જી રોડ સહિત ના વિસ્તારોની દુકાનો સંપૂર્ણ બંધ. તો બંધ ને લઈને પોરબંદર શહેરની તમામ સ્કૂલ- કોલેજો પણ સ્વૈચ્છિક બંધ રાખી વિદ્યાર્થી ને સવારે પરત મોકલ્યા હતા. કૉંગ્રેસ દ્વારા મોંઘવારી,બેરોજગારી સહિતના મુદાઓ ને લઈને બંધ નું એલાન ને લઈને પોરબંદર સંપૂર્ણ બંધ જોવા મળ્યું.

ઓલપાડ 

ઓલપાડ કોંગ્રેસ સમિતિ દ્વારા ઓલપાડમાં બજારો બંધ કરાવતા પોલીસે અટકાયત કરી  હતી.  દુકાનો બંધ કરાવી રહેલા કોંગ્રેસ આગેવાનોની ઓલપાડ પોલીસે અટકાયત પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. કોંગી કાર્યકરોની અટકાયત કરાતા પોલીસ સ્ટેશનમાં રામધૂન બોલાવી હતી.

જામનગર 

જિલ્લાના જામજોધપુરમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યો હતો. માર્કેટિંગ યાર્ડ સહિત નાની-મોટી દુકાનો વેપારીઓએ સ્વૈચ્છીક બંધ પડ્યો હતો. મોંઘવારી, GST અને બેરોજગારી મામલે કોંગ્રેસ દ્વારાબંધનું એલાન આપવામાં આવ્યું છે. જામજોધપુરના ધારાસભ્ય સહિતના કાર્યકરો નીકળ્યા હતા વેપારીઓને અપીલ કરવા.

સિક્કા ખાતે વેપારીઓએ સ્વયંભૂ પાડ્યું બંધ પડ્યું હતું. સિક્કા ગામની તમામ દુકાનો બંધ રાખવામા આવી હતી.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આક્ષેપ કર્યો હતો કે 4,36,663 લાયક યુવાનો બેરોજગાર છે, લગભગ 4,58,976 બેરોજગાર યુવાનો રાજ્ય રોજગાર કચેરીમાં નોંધાયેલા છે, જ્યારે 4.50 લાખ સરકારી જગ્યાઓ ખાલી છે. સેંકડો ગ્રામ પંચાયતો ગ્રામ સેવક અધિકારીઓ વિના કાર્યરત છે, સેંકડો સરકારી પુસ્તકાલયોમાં નિયમિત સ્ટાફ નથી અને 27,000 થી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે.

મોંઘવારી દર વિશે વાત કરતાં ઠાકોરે જણાવ્યું હતું કે ગેસ સિલિન્ડરનો ભાવ 1,060 રૂપિયા, પેટ્રોલનો ભાવ 95 રૂપિયા અને CNGનો ભાવ 84 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. આ તમામ ઉત્પાદનોએ નાગરિકોના જીવન પર વ્યાપક અસર કરી છે. તેમણે તમામ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિઓ અને કાર્યકરોને બંધના એલાનને કારણે ઈમરજન્સી સેવાઓ ખોરવાઈ ન જાય તે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે.

Science / વિચિત્ર જીવ ! મગજ, કરોડરજ્જુ, હૃદય જેવા અંગો ફરીથી વિકસિત કરે  છે