Ahmedabad/ રાજકોટની યુવતી સાથે સામુહિક દુષ્કર્મ કેસનો વધુ એક આરોપી આ રીતે ઝડપાયો

રાજકોટની યુવતી સાથે સામુહિક દુષ્કર્મ કેસનો વધુ એક આરોપી આ રીતે ઝડપાયો

Ahmedabad
મમતા બેનર્જી 5 રાજકોટની યુવતી સાથે સામુહિક દુષ્કર્મ કેસનો વધુ એક આરોપી આ રીતે ઝડપાયો

@ભાવેશ રાજપૂત, અમદાવાદ 

અમદાવાદનાં મહિલા પોલીસ સ્ટેશનમાં 3 નવેમ્બરે દાખલ થયેલા સામુહિક દષ્કર્મનાં કેસમાં અમદાવાદ ક્રાઈમબ્રાંચે જયમીન પટેલ નામનાં આરોપીને ઝડપી પાડ્યો છે. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓએ રાજકોટની યુવતીને 20 ઓગસ્ટથી 3 નવેમ્બર સુધી વિશ્વાસમાં લઈને નોકરીની લાલચ આપીને અમદાવાદ બોલાવી અમદાવાદ, ઉદેપુર, આબુ, માંડવી, ગાંધીધામ ખાતેની અલગ અલગ હોટલોમાં લઈ જઈને તેમજ માંડવીથી પરત આવતા રસ્તામાં ચાલુ કારે તેમજ બોપલ સહિત અલગ અલગ જગ્યાઓએ દારૂ તેમજ એમ.ડી ડ્રગ્સ જેવા પદાર્થોનો નશો કરીને યુવતીને પણ તેની જાણ બહાર ઠંડાપીણામાં કેફી પદાર્થ પીવડાવી 4 શખ્સોએ મરજી વિરૂધ્ધ અવારનવાર દુષ્કર્મ આચર્યુ હતુ. તેમજ યુવતીના નગ્ન ફોટો અને વીડિઓ પોતાની પાસે હોવાનું જણાવી ડરાવી હતી.

કૃષિ આંદોલન / સિંઘુ બોર્ડર પર હોબાળો, એસએચઓ સહિત 5 પોલીસકર્મી ઘાયલ, પોલીસે પરિસ્થિતિનો સામનો કરવા બળનો ઉપયોગ કર્યો

Budget / સંસદમાં રજૂ થયું આર્થિક સર્વે, નાણાકીય વર્ષ 22 માં GDPગ્રોથ 11% હોવાનો અંદાજ

આ ગુનામાં સોલાનાં પ્રજ્ઞેશ પટેલ તેની પત્નિ નિલમ, વાસણાનાં જીતેન્દ્રપુરી ગોસ્વામી, ઈસનપુરનાં માલદેવ ભરવાડ અને બોપલનાં જયમીન પટેલ સામે ગુનો નોંધાયો અને તેઓની ધરપકડ પણ કરી દેવાઈ હતી. ત્યારે હાલ પકડાયેલા જયમીન પટેલે યુવતીને તેનાં નગ્ન ફોટો વીડિઓ બતાવી બ્લેકમેલ કરી તેની સાથે અલગ અલગ જગ્યાઓએ દુષ્કર્મ આચરી તેનો પાસપોર્ટ તેમજ 30 હજાર રૂપિયા લઈને તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો.

આ ગુનામાં બાકી રહી ગયેલા જયમીન પટેલને પકડવા માટે ક્રાઈમબ્રાંચે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ કરતા અમરેલીનાં મોટા ભંડારીયા ગામમાંથી ધરપકડ કરી હતી. જયમીન પટેલ છેલ્લાં ત્રણ મહિનાથી આણંદ, સુરત અને અમરેલી જિલ્લામાં અલગ અલગ જગ્યાઓએ નાસતો ફરતો હતો. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે હાલતો આ ગુનાનાં તમામ આરોપીઓને ઝડપી ગુનાનો ભેદ ઉકેલ્યો છે..પકડાયેલા આરોપી જયમીન પટેલ સામે અગાઉ અમદાવાદનાં નારણપુરા તેમજ સરખેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન સહિતનાં ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ ખુલ્યુ છે.

Notice / જંત્રી રિવાઈઝ નહી થવા મુદ્દે સુપ્રીમ કોર્ટની રાજ્ય સરકારને નોટિસ

Amazing / કચ્છમાં આટલી સુંદર જગ્યા ક્યાં આવેલી છે તમે જાણો છો ? વિશ્વભરે લીધી આ જગ્યાની નોંધ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…