સુરત/ બારડોલી સુગર ફેક્ટરીમાં ગુંગણામણનાં કારણે વધુ એક મોત : કરણની અંતિમયાત્રામાં ગામ ગમગીન

એક તરફ 21 વર્ષીય યુવાનની અંતિમ યાત્રા નીકળી અને બીજી તરફ 7 મહિનાની ગર્ભવતી પત્ની બેભાન થઈ ગઇ હતી.

Gujarat Others
સુગર ફેક્ટરી

બારડોલી સુગર ફેક્ટરી માં ભૂગર્ભ ટાંકીની સાફસફાઈ દરમિયાન ગુંગણામણનાં કારણે 5 ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જે પૈકી બાબેન ગામે બાર ગાળા વસાહતમાં રહેતાં અને મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા 16 વર્ષીય કિશોર બાદ ગતરોજ મોડી સાંજે સુરત ખાતે સારવાર લઇ રહેલા  21 વર્ષીય યુવાન પણ મોતને ભેટ્યો હતો. બારગાળા વસાહતનાં બે લોકો એકી સાથે મૃત્યુ પામતા બાબેન ગામમાં માતમનો માહોલ છવાયો છે. કુટુંબના એકમાત્ર કમાનાર 21 વર્ષીય દિકરાને આજે પિતાએ કાંધ આપી સ્મશાન સુધી પહોચી અગ્નિદાહ આપવો પાડ્યો હતો.  તો બીજી તરફ માસુમ નાસમજ માત્ર દોઢ વર્ષની દીકરીને ખબર પણ ન પડી કે તેનાં પીતા હવે દુનિયામાં નથી રહ્યાં.  એક તરફ 21 વર્ષીય યુવાનની અંતિમ યાત્રા નીકળી અને બીજી તરફ 7 મહિનાની ગર્ભવતી પત્ની બેભાન થઈ ગઇ હતી.

સુગર ફેક્ટરી

એશિયાની સૌથી મોટી સુગર ફેક્ટરીમાં ગત 21 તારીખે એક ઘટના બની હતી.  સુગર ફેક્ટરીમાં આવેલી ભૂગર્ભ પાણીની ટાંકીની સાફ સફાઇ દરમિયાન બાબેનનાં બારગાળા વસાહતમાં રહેતાં 5 યુવાનો ગુંગણામણના કારણે બેભાન થઈ ઇજાગ્રસ્ત થયાં હતાં, સંજય રાઠોડ સાવન રાઠોડ તેમજ સંતોષ રાઠોડને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતાં.  જ્યારે 16 વર્ષીય હેનીલ અને 21 વર્ષીય કરણને સુરતની યુનિક હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા હતાં. ઘટનાના પહેલા દિવસે 16 વર્ષીય કિશોર હેનીલ બાદ બીજા દિવસે 21 વર્ષીય કરણનુ મોત નીપજ્યું હતુ, બાબેનનાં બારગાળા વસાહતમા આજુબાજુમાં જ રહેતાં બે પરિવારના દીકરાઓ મોતને ભેટતા સમગ્ર વિસ્તારમાં શોક અને માતમનાં માહોલ સાથે સુગર સંચાલકો વિરૂદ્ધ રોષનો માહોલ જોવા મળ્યો હતો. ગતરોજ મોડી સાંજે સુરત ખાતે સારવાર દરમિયાન મૃત્યુ પામેલા કરણનો મૃતદેહ બાબેન ખાતે લાવવામાં આવતાં પરિવાર તેમજ આસપાસના લોકોની આખોમાં આશુ આવી ગયા હતાં.  શ્રમજીવી પરિવારનો એકનો એક કમાનાર દિકરો કફનમાં લપેટાયને ઘરે આવ્યો હતો.  ભીની આખો સાથે પરિવારે કરણને આખરી વિદાય આપી હતી અને જે દીકરાને ખભે ઉચકી રમળ્યો હતો, તેં દીકરાની અંતિમ યાત્રાને પિતાએ કાંધ આપવી પડી હતી.  મરનાર કરણની દોઢ વર્ષીય લાડકી દિકરી દીક્ષિતાએ પિતાની છત્રછાયા આજે હમેશ માટે ગુમાવી દીધી હતી. બીજી તરફ 7 મહિનાની ગર્ભવતી પત્ની અંજુબેન સ્વીકારી જ નથી શકતા કે બીજા બાળકના જન્મ પહેલા તેનાં પિતા આ દુનિયામાં નથી. હાલ ભોગબનનાર બન્ને પરિવારો પોલીસ પ્રશાસન પાસે માત્ર દીકરાનાં મોતની ઘટનામાં ન્યાય અપાવે તેવી માંગ કરી રહ્યાં છે.

આ પણ વાંચો : શિવસેનાના બળવાખોર ધારાસભ્યોનું જૂથ હવે આ નામથી ઓળખાશે