Fire/ વધુ એક અગ્નિકાંડ, હૈદરાબાદમાં દવાની કંપનીમાં લાગી આગ

માત્ર ગુજરાત જ નહીં દેશભરમાં વિવિધ સ્થળો પર એક પછી એક અગ્નિકાંડ સામે આવતા જાય છે. રાજકોટની શિવાનંદ હોસ્પિટલ બાદ

India Breaking News
haidrabad

માત્ર ગુજરાત જ નહીં દેશભરમાં વિવિધ સ્થળો પર એક પછી એક અગ્નિકાંડ સામે આવતા જાય છે. રાજકોટની શિવાનંદ હોસ્પિટલ બાદ અમદાવાદની વટવા વિસ્તારમાં આવેલી બે કંપનીમાં તેમજ રાજકોટમાં પણ એક ફેક્ટરીમાં આગની ખબર સામે આવી હતી.આજ રીતે દેશભરમાં વિવિધ સ્થળો પર આગજનીના બનાવો અટકાવવામાં તંત્ર નિષ્ફળ ગયું હોય તેમ લાગી રહ્યું છે.હૈદરાબાદમાં એક દવા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે . જેમાં 8 લોકો આગમાં ભડથું થયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

IAS / આ કારણથી માસાંતે આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની વ્યાપક બદલીના

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે ફરી એક આગની ઘટના હૈદરાબાદના બોલ્લારામ વિસ્તારમાં આવેલ વિંધ્યા ઓર્ગેનીક્સ પ્રા.લિ.માં બની છે. જ્યાં ફેક્ટરીમાં લાગેલી આ આગ એટલી ભયાનક હતી કે તેમા સાતથી આઠ લોકોના બળીને ભડથું થઇ ગયા હતા. પ્રાથમિક જાણકારી પ્રમાણે વિસ્ફોટને કારણે કારખાનામાં લાગેલી આગની જાણ થઈ છે.

Hyderabad Fire: Latest News, Photos, Videos on Hyderabad Fire - NDTV.COM

POLITICAL / ખેડૂતોને લઇને રાહુલ ગાંધીનો PM મોદી પર કટાક્ષ

દવાઓ બનાવતુ વિંધ્યા ઓર્ગેનિકસનું આ ફાર્માસ્યુટિકલ એકમ સંગરેડ્ડી જિલ્લાના બોલ્લારામ ઔદ્યોગિક ક્ષેત્રમાં સ્થિત છે. આ ઘટનાના કારણે કોઈ જાનહાનીની ખબર સામે આવી નથી. પરંતુ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ ઘટનાને નજરે નિહાળનારા બનાવેલા વીડિયોમાં ફેક્ટરીમાંથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. પોલીસનું કહેવું છે કે આગને કાબૂમાં લેવામાં આવી છે. આગને કારણે આસપાસમાં આવેલી બિલ્ડિંગોમાં કોઈ શોર્ટ સર્કિટ કે પછી ગેસ લીકેજની અસર નોંધવામાં આવી નથી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…