જમ્મુ કાશ્મીર/ વધુ એક કાશ્મીરી પંડિતની હત્યા, આતંકવાદીઓએ સ્કૂલમાં ઘૂસીને શિક્ષિકા પર કર્યું ફાયરીંગ 

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ વધુ એક કાશ્મીરી પંડિતને નિશાન બનાવ્યા છે. આજે આતંકીઓ ફુલગામ જિલ્લાના ગોપાલપોરા ક્ષેત્રમાં એક હાઇસ્કૂલની શિક્ષિકાની કલાસરુમમાં ઘુસીને ગોળી મારીને હત્યા કરી ફરાર થઇ ગયા હતા.

Top Stories India
કાશ્મીરી

આતંકીઓએ ફરી એકવાર કાશ્મીરી પંડિત શિક્ષિકાને નિશાન બનાવ્યા છે. જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં મંગળવારે એક સ્થળાંતરિત કાશ્મીરી પંડિત શિક્ષિકાની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ માહિતી આપતા પોલીસે જણાવ્યું કે કુલગામ જિલ્લાના ગોપાલપુરમાં રજની બાલા (36) પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓની ગોળીઓથી શિક્ષિકા ઘાયલ થયા હતા. જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડોક્ટરોએ કાશ્મીરી પંડિત મહિલાને મૃત જાહેર કરી હતી.

આપને જણાવી દઈએ કે,જણાવી દઈએ કે રજની બાલા ગોપાલપુરમાં શિક્ષિકા તરીકે તૈનાત હતી. પોલીસે જણાવ્યું કે વિસ્તારને કોર્ડન કરીને હુમલાખોરોની શોધ શરૂ કરી દેવામાં આવી છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરના અન્ય વિસ્તારોમાં સેનાનું એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. હુમલાખોરો ટૂંક સમયમાં ઝડપાઈ જવાની આશા છે.

ઉલ્લેખનીય છે કે મે મહિનામાં બીજી વખત કાશ્મીરી પંડિતની હત્યા કરવામાં આવી છે. 12 મે ના રોજ બડગામ જિલ્લાના ચદૂરા તાલુકામાં તહસીલદારની ઓફિસમાં રાહુલ ભટની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મે મહિના દરમિયાન કાશ્મીરમાં અત્યાર સુધીમાં સાત ટાર્ગેટ કિલિંગ કરવામાં આવી છે. જેમાં ચાર નાગરિકો અને ત્રણ પોલીસકર્મી હતા જેઓ ફરજ પર ન હતા.

કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા રાહુલ ભટની હત્યાના 10મા દિવસે અનંતનાગ જિલ્લાના કાશ્મીરી પંડિતોએ મુંડન કરાવ્યું હતું. તેમણે રાહુલ ભટના આત્માની શાંતિ માટે પણ પ્રાર્થના કરી હતી, સાથે જ ઘાટીમાં સુરક્ષા પૂરી પાડવામાં આવે એવી માગ પણ કરી હતી અથવા તેમનું પોસ્ટિંગ જમ્મુ કરવામાં આવે.

આ પણ વાંચો:CM યોગી આવતીકાલે અયોધ્યા જશે, મંદિરના ગર્ભગૃહના શિલાન્યાસના કાર્યક્રમમાં સામેલ થશે

આ પણ વાંચો: સત્યેન્દ્ર જૈનની ધરપકડ પર અરવિંદ કેજરીવાલે મૌન તોડ્યું, કહી આ વાત

આ પણ વાંચો:અખિલેશ અને રાહુલ ગાંધીમાં બહુ ફરક નથી : સીએમ યોગીનો ટોણો

logo mobile