અમેરિકામાં શૂટઆઉટ અટકવાનું નામ જ લેતા નથી. પ્રેસિડેન્ટ બિડેને Miami nightclub shootout પણ આ દિશામાં મજબૂત પગલાં લેવાની ફરજ પડી રહી છે છતાં પણ આ પ્રકારની ઘટનાઓ હજી અટકતી નથી. અમેરિકાના મિયામી બીચ નાઈટક્લબમાં રવિવારે વહેલી સવારે થયેલા ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને બે મહિલાઓ ઘાયલ થઈ હતી. પોલીસે આ માહિતી આપી હતી. મિયામી બીચ પોલીસે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે શહેરના દક્ષિણ બીચ વિસ્તારમાં ગાલા નાઈટક્લબમાં ગોળીબાર કરવા અંગે સવારે 4 વાગ્યા પહેલા અધિકારીઓને ફોન આવ્યો હતો.
ઘાયલ મહિલાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી
સત્તાવાળાઓએ જણાવ્યું કે તેઓ ગોળીબારમાં ઘાયલ થયેલા Miami nightclub shootout એક પુરુષ અને બે મહિલાઓને મિયામી ટ્રોમા સેન્ટરમાં લઈ ગયા, જ્યાં ઈજાગ્રસ્ત વ્યક્તિનું પાછળથી મૃત્યુ થયું. તેમણે કહ્યું કે હાલ મહિલાઓના સ્વસ્થ થવાની આશા છે. જો કે, પોલીસે હજી સુધી કોઈ આરોપીની ધરપકડ વિશે માહિતી આપી નથી, ન તો કોઈ શંકાસ્પદની ઓળખ અથવા ગોળીબારના હેતુ વિશે કંઈ કહ્યું નથી. તાજેતરના મહિનાઓમાં મિયામી બીચ પર સપ્તાહના અંતે ગોળીબારમાં વધારો થયો છે.
અમેરિકામાં ગોળીબાર શાંત થતો નથી
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં લગભગ રોજેરોજ ગોળીબારના સમાચાર આવી રહ્યા છે Miami nightclub shootout અને નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. હાલમાં જ અમેરિકાના ટેક્સાસ રાજ્યના ડલ્લાસ શહેરના એક મોલમાં ગોળીબાર થયો હતો, જેમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાને બે દિવસ પણ નથી થયા કે આજે મિયામીની નાઈટ ક્લબમાં ફાયરિંગ થયું છે.
એલન મોલમાં ગોળીબારમાં 8ના મોત
તમને જણાવી દઈએ કે ટેક્સાસ પ્રાંતના ડલ્લાસ શહેરના એક મોલમાં Miami nightclub shootout એક બંદૂકધારીએ ગોળીબાર કર્યો હતો, જેમાં 8 લોકોના મોત થયા હતા અને 7 લોકો ઘાયલ થયા હતા. પોલીસ કાર્યવાહીમાં હુમલાખોર પણ માર્યો ગયો હતો. અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે ફાયરિંગની ઘટના શનિવારે બપોરે 3.30 વાગ્યે ‘એલન પ્રીમિયમ આઉટલેટ્સ’ પર બની હતી. આ સ્થાન ડલ્લાસથી 25 માઇલ ઉત્તરે છે અને 120 થી વધુ સ્ટોર્સ ધરાવે છે. પોલીસે જણાવ્યું કે બંદૂકધારીને ઠાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ સુરત/ કાપડના વેપારીઓએ કરી ટેક્સટાઇલ મંત્રીને અજૂઆત,કારણ જાણી તમે પણ ચોંકશો…..
આ પણ વાંચોઃ નકલી મરચા ઝડપાયા/ રાજયમાં ભેળસેળવાળા મરચા નહી પણ નકલી મરચાનો જ ધમધમતો કારોબાર
આ પણ વાંચોઃ બ્લાસ્ટ/ અમૃતસર ગોલ્ડન ટેમ્પલ પાસે 36 કલાકમાં 2 બ્લાસ્ટ, શું કોઈ મોટું ષડયંત્ર?
